તારું માથું ફોડી નાખવું છે, બહાર નીકળ
પાડોશીએ ઘરમાં ઘુસી ધમાલ મચાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં મારામારી સાવ સામાન્ય વાત બની ગઈ હોય તેવી ચોંકાવનારી ઘટનાઓ રોજેરોજ બની રહી છે. દિન પ્રતિ દિન પોલીસનો ડર જાણે ઓસરી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એકવાર કલ્યાણ નગરનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસાણી પરિવારે ગાંધીગ્રામ પોલીસને એક અરજી કરી છે આસપાસ રહેતા હુમલો કરનાર પર યોગ્ય કાર્યવાહી કરવા અને ઋઈંછ નોંધવા વિનંતી કરી છે. એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા મુસાણી પરિવારે ગાંધીગ્રામ પોલીસને કાર્યવાહી કરવા બાબતે એક અરજી કરેલ છે. જેમાં તેમને લખ્યું છે કે, અમે નોકરી વ્યવસાય કરીએ છીએ અને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ.આજરોજ ઘર પાસે ઘરમાં માતા અને હું રસોઈ કામ કરતા હતા તે દરમિયાન ઘરની પાછળ કલ્યાણનગરમાં રહેતા એક મહિલા (નામ ખબર નથી) એ કચરો ઘર પાસે ફેંકેલ હતો પરંતુ અમોને ખબર ન હતી. તેઓનો કચરો કોઈ લઈ ગયેલ હતું તે બાબતે અમને પૂછવા આવેલ પરંતુ અમને કોઈ ખબર ન હતી. છતાં પણ અમને ઘરમાં આવીને હાથાપાઈ કરી ખૂબ જ માર મારેલ અને ફરી પાછા 5-10 મિનિટ પછી તેના છોકરા સાથે બેટ લઈને આવેલ અને ઘરના ડેલા પર બેટ પછાડી ગંદી ગાળો બોલેલ અને તારું તો માથુ ફોડી નાખવું છે અને બહાર નીકળ એટલે પતાવી દેવી છે જેવું ગુંડાગીરી કરીને ભયનો માહોલ ફેલાવી દીધો છે. ફોન પણ હાથમાંથી લઈને ઘા કરી દીધેલ છે અને ઘરના બધા સભ્યોને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપેલ છે. આ બાબતના બધા સીસીટીવી ફૂટેજ પણ આપને તપાસ માટે અવેલેબલ છે. આપશ્રીએ તુરંત કડક પગલાં લેવા અને મારી એફઆઈઆર દર્જ કરવા વિનંતી છે.