સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
ઇતિહાસ પણ ભૂતની જેમ છે-
તે જીવીત પણ છે અને મૃત પણ
– કેદાર જોશી
ગયા અઠવાડિયે કાજોલની ’ મા ’ ફિલ્મ રિલીઝ થઈ. હરીફરીને એ જ પુરાણોનો આધાર લઈને સત – અસતના સંઘર્ષની કથા, અઢળક વખત કહેલી એ શાપિત ગામની કથા કે જ્યાં કોઈ હવેલી કે કોઈ જંગલ શાપિત હોય. રાક્ષસ, શેતાન કે ખવિસ કાં કોઈ આત્મા કોઈના શરીરને કબ્જે કરીને કાળો કેર વર્તાવે. પછી વાર્તામાં કોઇ પીર, બાબા કે સાધુની એન્ટ્રી થાય અને તે આખી વાતને દંતકથા સાથે જોડીને સોલ્યુશન બતાવે અને છેલ્લે મારામારી, હોરરથી ભરપૂર એક લોહિયાળ કલાઈમેક્સ આવે કે જ્યાં એકાદા પાત્રના બલિદાન તે ભૂતપ્રેત, ખાવિસને કબ્જે કરી કે નષ્ટ કરી નાંખવામાં આવે. છેલ્લે ખાધું પીધું અને રાજ કર્યું. મા એક ફિલ્મ તરીકે નબળી જ છે પણ અમુક જગ્યાએ હોરર મુવીને છાજે એવા સીનને લીધે સહ્ય બની શકી. બાકી અમુક જગ્યાએ ભય નિષ્પન્ન કરવાની લ્હાયમાં હાસ્ય સર્જાઈ ગયું હોય એવી પ્રતીતિ થઈ જાય છે. કાજોલનું કામ સારું છે પણ રોનિત રોયને કોઈએ સમ આપીને કામ કરવા રાખી દીધા હોય એવું લાગે છે.
- Advertisement -
સિનેમેટોગ્રાફી સરસ છે પણ દરડ્ઢ એકંદરે નબળા છે.આ તો તે ફિલ્મની વાત થઈ પણ તેણે યાદ અપાવ્યું કે દંતકથા પર આધારિત હોરર ફિલ્મ એ ખાલી ભારત જ નહિ પણ બધી મૂવી ઇન્ડસ્ટ્રીનો ફેવરીટ સબજેકત છે. રામસે બ્રધરની વીરાના હોય કે સંજીવ કુમાર જેમાં વરું માનવની ભૂમિકા ભજવી તે જાની દુશ્મન હોય; મેડ્ડોક મુવિઝે હોરર કોમેડીમાં સ્ત્રી રિલીઝ કરી અને તેની સફળતા જોઇને પછી મુંજીયા, ભેડિયા અને સ્ત્રી 2 પણ બનાવીને આખું હોરર યુનિવર્સ બનાવી કાઢ્યું. હવે તેમાં આયુષ્માન ખુરાના સ્ટારર થમા આવવાની છે કે જે વેમ્પાયરની થીમ ધરાવે છે. અને આ જોનરમાં સર્વકાલીન મહાન ફિલ્મ કહી શકાય એવી છે તુંબાડ કે જે નારાયણ ધરપની વાર્તાના પાત્ર હસ્તર પર આધારિત છે. આ ફિલ્મ લોકકથા, દંતકથા અને ઇતિહાસની ઘટનાઓનું એવું અદભુત મિશ્રણ છે કે પ્રેક્ષકને તેની બેઠક સાથે જકડી જ રાખે.
પૂર્ણાહુતિ:
હું એટલે એવું કહું છું કે મને ભૂતોમાં વિશ્વાસ નથી કે જેથી કરીને હું એવા કોઈના ચુંગાલમાં ફંસાઇ ન જાઉં
– ઈલા હેન્ડરસન