ખાસ-ખબર ન્યૂઝ ટંકારા
ટંકારા શહેરના પછવાડે આવેલ ઉગમણા દરવાજા પાસે આવેલ દલિત વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ ન હોવાથી દસ મહિના પૂર્વે નગરપાલિકા ને વિસ્તારમા સ્ટ્રીટ લાઈટ ન હોવાની રાવ કરી દરરોજ કચેરી ના ધક્કા ખાવરાતા નિંભર અને કામચોર પાલિકા ના કર્મચારીઓ વિરૂધ્ધ ચિફ ઓફિસરને રાવ કરી ઉકેલ લાવવા રૂબરૂ રાવ કરવા સાથે તાલુકા ફરીયાદ નિવારણ મા મામલતદારને રાવ કરતા અમલદારો સામાન્ય ફરીયાદ બાબતે કર્મચારી ની વૃતિથી ચોંકી ઉઠ્યા હતા.
- Advertisement -
ટંકારા શહેરના પછવાડે ઉગમણા દરવાજા પાસે આવેલ દલિત વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ ન હોવાથી અંધારા ઉલેચવા માટે આજથી દસ મહિના પૂર્વે ગત તા. બીજી સપ્ટેમ્બરે નગરપાલિકા કચેરીમા વિસ્તાર ના ભગવાનજી ચાવડા, મોતી છગન જાદવ, હેમંત ચાવડા, કાંતિલાલ જાદવ, દિનેશ જાદવ, રમેશ જાદવ સહિતનાઓએ લેખિત રાવ કરી વિસ્તારમા સ્ટ્રીટ લાઈટ ન હોવાથી રાત્રે સતત ભય નો માહોલ રહે છે. વિસ્તાર ની મહિલાઓ અને બાળકો અંધારૂ થયા બાદ રાત્રે બહાર જતા ડરે છે. અંધકાર હોવાથી દસ મહિના થી રાત્રે લોકો અંધારૂ ઓઢી ફફડાટ સાથે ફરજીયાત ઘર મા પુરાઈ જાય છે અને સન્નાટો છવાઈ જાય છે. અગત્ય ના કામકાજ કે માંદગી સબબ બહાર જાય ત્યારે જીવ પડીકે બંધાઈ જતો હોવાની સાથે નજીક મા ઝાડી ઝાંખરા હોવાથી સતત ઝેરી જીવજંતુ ની બીક રહેતી હોવાની વેદના ફરીયાદ મા ઠાલવી હોવા છતા પાલીકા નો પેધી ગયેલો માતેલા સાંઢ જેવો કર્મચારી ફરીયાદ ને કાન દેવાના બદલે દરરોજ ધક્કા ખાતા અરજદારો ને નિત નવા બહાના કાઢી ખો આપી તગેડી મુક્તો હોવાથી કંટાળેલા લોકો એ અંતે મામલતદાર કચેરીમા તાલુકા ફરીયાદ નિવારણ મા ફરીયાદ નોંધાવી ચિફ ઓફિસરને બાબતથી વાકેફ કરતા અમલદારો પણ સામાન્ય ફરીયાદ મા વિલંબ અને કર્મચારીની લાલીયાગીરી થી ભારે ગિન્નાયા હતા. અને ઉકેલ માટે ખાતરી આપી હાલ વધુ ખો આપી છે. પરંતુ સત્વરે નિરાકરણ ન થાય તો ફરીયાદીઓ આક્રમક વલણ દાખવે એવુ હાલ જણાઈ રહ્યું છે.