ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી : આગામી સમયમાં વર્ષાઋતુ તેમજ હવામાન ખાતાની વખતો આગાહી ધ્યાને લઇ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં તા.31/10/2025 સુધી પ્રી-મોન્સુન પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચેરીના કામકાજના દિવસે રાઉન્ડ ધ કલોક જુદા જુદા કર્મચારીને ફરજ સોંપી કંટ્રોલ શરુ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા 13 આરોગ્ય કેન્દ્ર પર જરૂરી તમામ પ્રાથમિક સારવારોની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મહાપાલિકા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા નિચાણવાળા વિસ્તારો (જયા પાણી ભરાવવાની શક્યતા હોય તેવા )ખાલી કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા અનુરોધ કરવામાં આવે છે.
- Advertisement -
જાહેર જગ્યાએ ભૂગર્ભ ગટર/વરસાદી પાણીના ઢાંકણા તૂટેલ હોય અથવા ન હોય અને તેવા જોખમી પાણીના નિકાલમાં કોઈ ઢોર કે માનવ નુકશાન ન થાય તે હેતુ જાગૃત નાગરિક ફરિયાદ નંબર પર જાણ પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ફરિયાદ નંબર 02822 220551છે. પ્રિ મોન્સુન કંટ્રોલ માટે નંબર 02822 220552 છે. ઝાડ પડવાની ફરિયાદ માટે નંબર 02822 220553 છે. તેમ કુલદીપસિંહ વાળા- નાયબ મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)ની યાદીમાં જણાવાયુ છે.
ફરિયાદ નંબર : 02822 220551
પ્રિ-મોન્સુન કંટ્રોલ : 02822 220552
ઝાડ પડવાની ફરિયાદ : 02822 220553