ફાગણ સુદ પૂનમના દિવસે ગિરનાર પર્વત પર આવેલ ગુરુદત્ત શિખરનું અદભુત સૌંદર્યનો નજારો જોવા મળ્યો હતો.પૂનમ ની રાત્રીએ ચંદ્ર સોળે કળાએ ખીલેલ હતો અને ચંદ્રની શીતળ છાયા ગુરુદત્ત શિખર પર પડતી હોઈ તેવું અદભુત દ્રશ્ય જોવા મળી હતું જયારે ગુરુદત્ત શિખરની ઝળહળતી રોશની અને તેની ઉપર ચંદ્ર ખીલેલ હતો આવા અદભુત દ્રશ્યો ગિરનાર પર્વત પર ભાગ્યેજ જોવા મળતા હોઈ છે.અને ફાગણ સુદ પૂનમના દિવસે હોળી – ધુળેટી પર્વની ઉજવણી થતી હોઈ ત્યારે ગિરનાર પર્વત અને ભાવિકો અને ભક્તો પૂનમ ભરવા ગિરનાર જતા હોઈ છે ત્યારે આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું અને અનેક ભાવિકોએ આ ચંદ્ર અને ગુરુદત્ત શિખરનો અદભુત સૌંદર્યનું દ્રશ્ય નિહાળ્યું હતું.