ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં થોડા દિવસમાં મહિલાના હાથમાંથી પર્સ જુટવી લૂંટ ચલાવાની બે ઘટનાઓ સામે આવી હતી. જે બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ જે.જે.પટેલ તથા પીએસઆઇ જે.જે.ગઢવી સહિતના સ્ટાફે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. જેમાં માંગરોળમાં બે મહિલાને નિશાન બનાવી પર્સ ઝુટવી લેવાની ઘટના મામલે ઇમરાન મહોમદ જાગા રહે.માંગરોળ વાળાને ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલ ચોબારી તરફના રસ્તા પાસે ઉભેલ હોવાની જાણ થતા ઝડપી લેવામાં આવેલ.તેની પુછપરછમાં ગત 21-2-23ના મોટરસાયકલ ઉપર જઇને એક સ્ત્રીનું પર્સ ઝુટવી લઇ ચોરી કર્યાની કબુલાત કરી હતી.
તેમજ 22-2-23 માંગરોળના માંડવી ગેઇટ પાસે એક મહિલાનું પર્સ ઝુટવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. જેની પાસેથી મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ અર્થે માંગરોળ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.