આ બીલ જાતીય અપરાધીઓને સ્વૈચ્છિક રાસાયણિક ખસીકરણની આપે છે મંજૂરી
લૈંગિક અપરાધોનો સામનો કરવા માટે થાઇલેન્ડે મંગળવારે એક બિલ પસાર કર્યું જે જાતીય અપરાધીઓના સ્વૈચ્છિક રાસાયણિક ખસીકરણને મંજૂરી આપે છે. બેંગકોક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે, થાઈ સેનેટે જાતીય અપરાધીઓ (પુન: અપરાધ કરનાર દોષિત ગુનેગાર)ના સ્વૈચ્છિક રાસાયણિક ખસીકરણને મંજૂરી આપતું બિલ પસાર કર્યું છે. બિલ હેઠળ, દવા માત્ર મનોચિકિત્સક અને આંતરિક દવાઓના નિષ્ણાતની મંજૂરીથી અને સંબંધિત જાતિય અપરાધીની સંમતિથી સૂચવવામાં આવી શકે છે. બેંગકોક પોસ્ટના અહેવાલ અનુસાર, જે દોષિતો સારવાર લેવા માટે સંમત થાય છે,
તેમને ઇન્જેક્શન આપી તેમના ટેસ્ટોસ્ટેરોનના સ્તરને (યિંતજ્ઞિંતયિંજ્ઞિક્ષય હયદયહત) ઘટાડવામાં આવશે, અને બદલામાં તેમની જેલની અવધી ટૂંકી કરવામાં આવશે. ન્યાય મંત્રાલય દ્વારા હિંસા-સંબંધિત રીઓફેન્ડિંગ પ્રિવેન્શન બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. અને તે પ્રતિનિધિ સભામાં ત્રણ રીડિંગ્સ દ્વારા પહેલાથી જ પસાર થઈ ચૂક્યું છે. સાંસદોના જબરજસ્ત સમર્થન પછી, સેનેટ દ્વારા લૈંગિક ગુનાઓ માટે આ વધુ શિક્ષાત્મક અભિગમ પસાર કરવામાં આવ્યો હતો. બેંગકોક પોસ્ટના અહેવાલ મુજબ, સેનેટે સર્વસંમતિથી બિલને મંજૂર કર્યું, જે પુનરાવર્તિત અપરાધીઓ અને હિંસક જાતીય અપરાધીઓને લાગુ પડે છે,
- Advertisement -
145-0 મત દ્વારા. કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવનાર તારીખે રોયલ ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે ત્યારે બિલ કાયદો બની જશે. કેમિકલ કાસ્ટ્રેશનએ સજાનું નવું સ્વરૂપ નથી. દક્ષિણ કોરિયા, પાકિસ્તાન, પોલેન્ડ અને યુએસના ઓછામાં ઓછા આઠ રાજ્યોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોર્વે, ડેનમાર્ક અને જર્મની સહિત અન્ય દેશોએ ગંભીર જાતીય ગુનેગારોના સર્જિકલ કાસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કર્યો છે. જો કે, કાસ્ટ્રેશન પ્રક્રિયા માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતી હોવા અંગે દલીલો કરવામાં આવી રહી છે. ઘણા નિષ્ણાતો માને છે કે કાસ્ટ્રેશનથી યૌન ગુનાઓ અટકશે.