જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે. બેસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિકો સામેલ છે. આ હુમલો અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા મહિના અગાઉ બની છે, જેનાથી સુરક્ષા ચિંતા વધી ગઈ છે. પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનું વર્ણન કર્યું હતું. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ટીઆરએફએ લીધી છે.
ભેળપુરી ખાઈ રહ્યા હતા અને આતંકવાદીઓએ પતિને ગોળી મારી દીધી
- Advertisement -
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિને ગોળી મારી દેવાઈ. હુમલા બાદ કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે.
સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. ઉચ્ચ પદ પર રહેલા સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે અમિત શાહ ટૂંક સમયમાં પહલગામ જવા રવાના થશે.
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
- Advertisement -
આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.’
આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. સૂત્રોના અનુસાર, અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ હુમલો ન માત્ર લોકો ઉપર થયો પરંતુ ઘોડા પણ ઘાયલ થયા છે, જેમને ગોળીઓ વાગી છે. આતંકવાદીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. CRPFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ત્યારે ભારત પ્રવાસે આવેલા અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે પણ પહલગામમાં બનેલી આતંકવાદી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલામાં પીડિતો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું
અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ પર રિટ્વિટ કરતા પર લખ્યું છે કે, ‘ઉષા અને હું ભારતના પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થયા છીએ. આ ભયાનક હુમલાનો શોક વ્યક્ત કરતી વખતે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.’ જણાવી દઈએ કે, અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ પોતાના પરિવાર સાથે ચાર દિવસીય ભારતની મુલાકાતે છે. હાલ તેઓ જયપુરમાં છે.