મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સહાય વિતરણ અને વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આજ રોજ તાલુકા કક્ષાનો સેવાતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના વિવિધ કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ આજે 9 જેટલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ, એસબીઆઈ અને સીએસઆરના ફંડમાંથી એલીમ્કો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ મેંદરડાના પટેલ સમાજ, પાદર ચોક ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના ડો. મનસુખ માંડવીયા, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તાલુકા પંચાયત મેંદરડાના પ્રમુખ જયકિશનભાઇ માકડીયા ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેંદરડા તાલુકાના 13 ગામોના પ્રજાજનોને સેવા સેતુ તેમજ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.