પંજાબના કેસમાં સર્વોચ્ચ અદાલતે આકરી આલોચના કરી: અનિશ્ચિતતા પેદા થવા વિશે ટકોર
સુપ્રિમ કોર્ટે મંગળવારે પંજાબ સરકારને સવાલ કર્યો હતો કે જો એક પાર્ટીની સરકાર કોઈ કાયદો બનાવે અને ત્યારબાદ બીજી પાર્ટીની સરકાર તેને રદ કરી નાખે તો શું અનિશ્ચિતતા પેદા નહિં થાય?
- Advertisement -
જસ્ટીસ બીઆર ગવઈ અને જસ્ટીસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે આ સવાલ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનાં એ આદેશને પડકારતી અરજીની સુનાવણી દરમ્યાન કર્યો હતો. જેમાં ખાલસા યુનિવર્સીટી (રિપીલ) એકટ 2017 ને રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી દેવાઈ હતી. બેન્ચે અરજન્ટ અને રાજય સરકારના વકીલોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.
ખાલસા યુનિવર્સીટી તેમજ ખાલસા કોલેજ ચેરીટેબલ સોસાયટીએ હાઈકોર્ટનાં નવેમ્બર 2017 ના ફેસલાને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપ્યો છે. હાઈકોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે ખાલસા યુનિવર્સીટી અંદર 2016 અંતર્ગત ખાલસા યુનિવર્સીટીની રચના કરાઈ હતી અને સોસાયટી દ્વારા અગાઉથી ચલાવવામાં આવી રહેલી ફાર્મસી કોલેજ, કોલેજ ઓફ એજયુકેશન અને કોલેજ ઓફ વુમેનને વિશ્વ વિદ્યાલયમાં ભેળવી દેવાયા હતા.
30 મે 2017માં ખાલસા યુનિવર્સીટી એકટ રદ કરવા માટે એક વટહુકમ જાહેર કરાયો હતો અને બાદમાં નિરસ્તીકરણ વિધેયક 2017 પસાર કરાયુ હતું.
- Advertisement -
નિરસ્તીકરણ વિધેયકને મનમાન્યુ કહેવામાં આવ્યું:
સુપ્રિમ કોર્ટમાં દલીલો દરમ્યાન અરજદારના વકીલે કહ્યું હતું-નિરસ્તીકરણ વિધેયક મનમાન્યુ હતું અને તેની પુરી કાર્યવાહીમાં બંધારણની કલમ 14 (કાનુનની સમક્ષ સમાનતા)નું ઉલ્લંધન થયુ છે. જયારે પંજાબ સરકારના વકીલે કહ્યું હતું કે આમાં કંઈ પણ મનમાની નથી. ઉલ્લેખનીય છે કે શિરોમણી અકાલી દળ-ભાજપ સરકારે 2016 માં કાયદો બનાવ્યો હતો. પણ ત્યારબાદ બનેલી કેપ્ટન અમરીન્દરસિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે કાનુનને રદ કરી નાખ્યો હતો.
તેમણે જણાવ્યું હતું ક 2017 ના કાયદાને યુનિવર્સીટીનાં કોઈપણ છાત્ર કે શિક્ષકને પડકાર નથી આપ્યો. છાત્રોનાં હિતને કોઈપણ રીતે અસર નથી થઈ. બેન્ચે જણાવ્યું હતુંકે આ પુરી રીતે કાયદાનો સવાલ છે. અમારે તેમાં જવાની જરૂર નથી કે પ્રવેશ અપાયા નથી કે નહોતા અપાયા. સુપ્રિમ કોર્ટે આ મામલે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.