મહાકુંભની દેશના સીમાડા વટી વિદેશીઓમાં પણ લોકપ્રિયતા
લોરેન કુંભમેળામાં ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેશે
- Advertisement -
એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની અને અબજોપતિ લોરેન પોવેલ જોબ્સ મહાકુંભ મેળા 2025માં હાજરી આપશે. આ ઘટના સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરશે. અહેવાલો અનુસાર, તે 13 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે અને નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદના શિવિરમાં રોકાશે.
તેની મુલાકાત દરમિયાન, પોવેલ જોબ્સ 29 જાન્યુઆરી સુધી કલ્પવાસમાં રહેશે, જ્યાં તે ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે અને સંગમમાં ડૂબકી લગાવશે. આવા પરંપરાગત અને આધ્યાત્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવાનો તેમનો નિર્ણય મહાકુંભના વૈશ્વિક મહત્વને દર્શાવે છે.
લોરેન પોવેલ જોબ્સ અબજોપતિ ઉદ્યોગસાહસિક અને પરોપકારી છે. તેને તેના પતિ સ્ટીવ જોબ્સ પાસેથી વારસામાં સંપત્તિ મળી છે. એપલ ઉપરાંત પોવેલ જોબ્સ તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા છે.
- Advertisement -
તેણે ઇમર્સન કલેક્ટિવ નામની પેઢી બનાવી છે જે શિક્ષણ, આર્થિક ગતિશીલતા, ઇમિગ્રેશન અને પર્યાવરણના મુદ્દાઓ પર કામ કરે છે. તેણે 2021માં વેવરલી સ્ટ્રીટ ફાઉન્ડેશનની પણ રચના કરી, જે આબોહવા ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
મહાકુંભમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે કલ્પવાસ. આ પરંપરા ખૂબ જૂની છે અને મહાભારત અને રામચરિતમાનસ જેવા ગ્રંથોમાં આનો ઉલ્લેખ મળે છે. જે લોકો કલ્પવાસ કરે છે તેમને કલ્પવાસી કહેવામાં આવે છે. કલ્પવાસનો સમય પોષ મહિનાથી માઘ મહિના સુધી હોય છે. જે લોકો કલ્પવાસ હોય છે, તે સંગમ પાસે સામાન્ય રીતે તંબુઓમાં રહે છે અને આનંદમય જીવન ત્યાગી દે છે.
તે રોજ ગંગા નદીમાં સ્નાન કરે છે, ભજન ગાતા હોય છે અને સંતાના ઉપદેશો સાંભળે છે. લોરેન પોવેલ જોબ્સ પણ 29 જાન્યુઆરી 2025ના રોજ કલ્પવાસમાં રહેશે, જેમાં તે ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેશે અને સંગમમાં ડૂબકી લગાવશે. આ રીતના પારંપારિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવાનો તેમનો નિર્ણય મહાકુંભનમાં અનેરું મહત્ત્વ બતાવે છે.