રાજકોટમાં 90 સીટી બસ તથા 18 BRTS બસ મળી કુલ 108 કાર્યરત. સરકાર દ્વારા રાજકોટ જીલ્લા-સૌરાષ્ટ્રનાં વિસ્તારના નાગરિકોને અદ્યતન તબીબી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર ખંઢેરી, રાજકોટ ખાતે AIIMS નું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે.
AIIMS હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. ની કામગીરી શરૂ થઇ ગયેલ હોય, શહેર તથા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી દર્દીઓ, જાહેર જનતા તથા હોસ્પિટલ AIIMS હોસ્પિટલ સુધી સરળતાપૂર્વક આવક-જાવક કરી શકે તે હેતુથી આગામી તા.21/02/2022 સોમવારના રોજથી રોજ સવારે 8:00 કલાકે માધાપર ચોકથી AIIMS હોસ્પિટલ સુધી સિટી બસ (ઇલેક્ટ્રીક બસ) સેવાનો પ્રારંભ કરવામાં આવેલ. આ બસ શરૂ થતા દર્દીઓને AIIMS હોસ્પિટલ જવામાં સુવિધા મળશે. હાલ રાજકોટમાં 90 સીટી બસ તથા 18 બી.આર.ટી.એસ બસ કુલ 108 બસ કાર્યરત છે.