દેખાવકારોને સરકારી ઈમારતોમાંથી બહાર કાઢવા આદેશ: સંયુક્ત રાષ્ટ્રસંઘ અમેરિકા પણ હવે ‘શાંતિ’ સ્થાપવા મદદ કરશે
કોલંબો: શ્રીલંકામાં સર્જાયેલા અભૂતપૂર્વ આર્થિક-રાજકીય તથા અરાજકતા ભરી કટોકટી વચ્ચે હવે વચગાળાની સરકાર રચવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા અમેરિકા બન્ને પણ એકશનમાં આવ્યા છે અને વડાપ્રધાન રાનીલ વિકમસિંઘે એ દેશના કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદો સંભાળી લીધો છે તથા દેશમાં હાલ જે તોફાનો કાનૂન વ્યવસ્થાની અરાજકતા જેવી સ્થિતિ છે તેને ડામવા માટે એક સૈન્ય પરિષદની નિયુક્તિ કરી છે.
- Advertisement -
#WATCH | Sri Lanka: Military armoured vehicles seen on the roads of Colombo as massive protests continue to simmer in the island-nation#SriLankaCrisis pic.twitter.com/ihFvTo20rG
— ANI (@ANI) July 14, 2022
- Advertisement -
જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, પોલીસ વડા (આઈજીપી) અને ત્રણેય સેનાની કમાન્ડર્સનો સમાવેશ કરાયો છે. વડાપ્રધાન વિકમાસિંઘે એ તોફાનોને નિયંત્રીત કરવાની આવશ્યકતા દર્શાવતા કહ્યું કે આ સ્થિતિ દેશને વધુ અરાજકતા ભણી લઈ જશે. આ જાહેરાત સાથે શ્રીલંકાના પાટનગર કોલંબો સહિતના શહેરોમાં જે કર્ફયુનો અમલ હતો તે ઉઠાવી લેવાયો છે. જો કે કટોકટીની સ્થિતિ યથાવત રાખવાની જાહેરાત થઈ છે. બીજી તરફ તા.20ની નવી સરકારની રચના પુર્વે જ વિપક્ષોએ વડાપ્રધાન વિકમાસિંઘે દેશના કાર્યપાલક રાષ્ટ્રપતિ પદે સ્વીકાર્ય નહી હોવાની જાહેરાત કરી છે.
Sri Lanka | Security forces personnel guard the fleet of cars inside the premises of Sri Lankan PM office in Colombo. It was stormed by furious protestors, yesterday pic.twitter.com/MQFB4mIFUR
— ANI (@ANI) July 14, 2022
કાર્યકારી રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ રાનિલ વિકમાસિંઘે એ દેશને ટેલીવિઝન સંબોધન કરતા પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુન: સ્થાપીત કરવાની જાહેરાત કરી છે તથા છેલ્લા ચાર દિવસમાં જે રીતે આંદોલનકારીઓ રાષ્ટ્રપતિ આવાસ- વડાપ્રધાન આવાસ સહિતની સરકારી ઈમારતોમાં ઘુસી ગયા છે તેમને બહાર કાઢવા આદેશ આપ્યો છે. જો કે સૈન્યએ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવવા ઈન્કાર કરીને તેનાથી પરીસ્થિતિ વધુ બગડશે તેની ચિંતા વ્યક્ત કરી છે.