લિવ રિઝર્વના 11 PIને પોલીસ સ્ટેશનનો હવાલો સોપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડે રાજકોટ ગ્રામ્ય પોલીસના લિવ રિઝર્વમાં રહેલા 11 પીઆઈ સહિત 15ની બદલીનો આદેશ કર્યો છે. આ આદેશમાં લિવ રિઝર્વમાં રહેલા બી. આર. પટેલને ઉપલેટા, આર. બી. રાણાને શાપર, ડો.એમ.એમ. ઠાકોરને જેતપુર ઉદ્યોગનગર, સી.ડી. વૈશ્યકને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, જે.પી. રાવને ગોંડલ તાલુકા, યુ.આર. ડામોરને લોધિકા, આર. બી. વાઘીયાને પાટણવાવ, ડી.બી. મજીઠીયાને ભાયાવાદર, એસ.એચ. શર્માને મેટોડા, એમ.જી. ચૌહાણને સીપીઆઇ ગોંડલ અને મહિલા પીઆઈ એસ.એન. પરમારને પડધરી મુકાયા છે
- Advertisement -
આ સિવાય ગોંડલ સિટી બી. ડિવિઝનના પીઆઈ જે.પી. ગોસાઈ પાસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો વધારાનો હવાલો હતો. જેમાંથી તેમને મુક્ત કરાયા છે. આ ઉપરાંત ધોરાજી સીપીઆઇ એ.એમ. હેરમાને જેતપુર તાલુકામાં મુકાયા છે સાથે તેમને ધોરાજી તાલુકાનો વધારાનો ચાર્જ પણ સંભાળવાનો રહેશે. ઉપલેટાના એમ. આર. ગોહિલને ધોરાજી તાલુકા પોલીસ, સીપીઆઇ ગોંડલ એસ.જી. રાઠોડને વીરપુર મુકાયા છે. મહિલા વિરોધી ગુના શોધક યુનિટના વધારાના હવાલા સાથે મહિલા પીઆઈ આર.એમ. રાઠોડને કોટડા સાંગાણી ખાતે મુકાયા છે.