લેબનોનમાં હિઝબુલ્લાના લડાકૂઓના પેજર્સમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11ના મોત અને 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
પેજર બ્લાસ્ટથી સનસનાટી
- Advertisement -
લેબનોનમાં મંગળવારે એક પછી એક મોટા પાયે પેજરમાં બ્લાસ્ટ થયા ત્યારે સનસનાટી મચી ગઈ. પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફૂટ્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના અહેવાલ છે. જયારે આ સિરિયલ બ્લાસ્ટમાં 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
એક કલાક સુધી પેજરમાં થતા રહ્યા બ્લાસ્ટ
- Advertisement -
મંગળવારે અચાનક, લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવા લાગ્યા. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી બ્લાસ્ટ થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઇઝરાયલે હિઝબુલ્લાને નિશાન બનાવીને સિરિયલ પેજર બ્લાસ્ટ કર્યા. આને હિઝબુલ્લાની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
શું મોસાદે પેજર્સ હેક કર્યા?
ઘણા અહેવાલો અનુસાર, ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાને નિશાન બનાવીને આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે પાંચ મહિના પહેલા જ છેડછાડ કરીને તેમાં વિસ્ફોટક ફીટ કરી દેવામાં આવ્યા હતા. લેબનોને એવી માહિતી આપી કે આજે બપોરે હિઝબુલ્લાના ઘણા લડાકૂઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. તેમના પેજર્સમાં બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે પેજર્સ એક પ્રકારનું વાતચીત કરવાનું સાધન છે. ટૂંકા અંતર માટે વાતચીત કરવા પેજર્સનો ઉપયોગ થાય છે.
હોસ્પિટલોમાંથી આવી રહી છે ડરામણી તસવીરો
સોશિયલ મીડિયા અને લેબનોન અને ઇઝરાયલી મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં ઘાયલ લોકોને જમીન પર પડેલા દર્શાવવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ હતી, લોકોને માથામાં, પગમાં અને હાથમાં ઇજા થઈ હતી. સ્થાનિક હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરોમાં બેકાબૂ સ્થિતિ જોઈ શકાય છે.