ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં એક ભાઈ-બહેનની જોડીએ ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે. તેમણે લગભગ 24 લાખની કિંમતના30 નવા શઙવજ્ઞક્ષય 14 પ્રો મોબાઈલ મળ્યા બાદ પોલીસને તરત સૂચના આપી હતી. ભાઈ-બહેનની જોડીને પોતાના એપાર્ટમેન્ટની અંદર રહેલા કચરાપેટીમાંથી 30 નવા શઙવજ્ઞક્ષય 14 પ્રો મોબાઈલ મળી આવ્યા હતા. છોકરાએ આ વાતની જાણકારી પહેલા પોતાની મોટી બહેનને આપી. ત્યારબાદ બંને ભાઈ-બહેનને બે કચરાપેટીમાંથી 30 શઙવજ્ઞક્ષય 14 પ્રો મળી આવ્યા.
લિયૂને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે દાવો કર્યો કે, તે મોબાઈલ ફોન ગુમ થઈ જવાથી ગભરાઈ ગયો હતો. તેને ડર હતો કે, તે ક્યારેય આટલી કિંમત ચૂકવી નહીં શકશે. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે લિયુએ કચરાપેટી પર પાંચ બોક્સ છોડી દીધા હતા. ફોન છૂટ્યાના બે કલાક બાદ એક ક્લીનરે ફોનને કચરાપેટીમાં ફેંકી દીધા. તેણે સ્વીકાર્યું કે તેણે કાર્ડબોર્ડના બોક્સ બહાર કાઢ્યા હતા અને તમામ ફોન કચરાપેટીમાં નાખી દીધા હતા.
- Advertisement -
ડિલિવરીમેનથી ભૂલથી ફોન છૂટી ગયા
ફોનના અસલી માલિક વિશે જાણકારી મેળવી. જ્યારે પોલીસે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે, ફોન ભૂલથી લિયુ નામના ડિલિવરી મેન દ્વારા છોડી દેવામાં આવ્યા હતા. તેમણે કચરાપેટીના ડબ્બા પર પાંચ બોક્સ મૂક્યા હતા જેમાં દરેક બોક્સમાં 10 નવા શઙવજ્ઞક્ષય 14 ઙજ્ઞિ મોડલ્સ હતા.