જૂનાગઢમાં ફરી રાત્રે પુતળા દહન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઉદયપુરની ઘટનાને લઇ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં પોલીસ અને વિહીપનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે બાદમાં મામલો થાળે પડી ગયો હતો.
- Advertisement -
ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાનાં વિરોધમાં ગઇકાલે સાંજે જૂનાગઢમાં વિહિપ દ્વારા પુતળાદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પુતળાનું દહન થાય તે પહેલા જ પોલીસ અને વિહિપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા પુતળાદહન થઈ શક્યું ન હતું, જેને લઈને શરુઆતમાં મામલો ગરમાયો હતો અને ઉશ્કેરાયેલા કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા. જેના પગલે પોલીસ દોડી ગઇ હતી. તેમજ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સમાધાન થયું હતું અને મામલો થાળે પડ્યો હતો. બાદમાં મોડી રાત્રે કાર્યકરો ફરી એકઠા થઇ પૂતળાનું દહન કર્યું હતું.