ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મેંદરડા તાલુકાના સાસણગીર નજીક આવેલ વેટ એન્ડ વાઇલ્ડ વોટરપાર્કને ગુજરાત પ્રાઇડનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે એવોર્ડ ફનસંગમાં ગુજરાતની ગૌરવવંતી ક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાસણ પાસે આવેલ વેઇટ એન્ડ વાઇલ્ડ વોટરપાર્કને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગુજરાત પ્રાઇડનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
સાસણના વેટ એન્ડ વાઇલ્ડ વોટરપાર્કને ગુજરાત પ્રાઇડનો એવોર્ડ એનાયત
