બચાવકાર્ય: જૂનાગઢમાં પોલીસ મુશળધાર વરસાદમાં ફસાયેલા વાહનો અનેે ઘરોના પાણીમાં ફસાયેલા લોકોની વહારે આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
- Advertisement -
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘુસી જતા રાત્રીના સમયે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ભારે વરસાદમાં જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા જે ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તેવા વિસ્તરામાં પેટ્રોલિંગ કર્યું હતું અને પરિવારોને વરસતા વરસાદમાં બહાર કાઢીને સમલત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને તેને ચા – પાણી તેમજ રહેવા જમવાની વ્યવસ્થા ઉભી કરી હતી એજ રીતે સતત પડી રહેલ વરસાદના લીધે રોડ પર જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી ઉભી થઇ હતી ત્યારે અનેક વાહનો રોડ સાઈડથી નીચે ઉતરી જતા સ્ટેટ હાઇવે સહીત વિસ્તારોનું વરસાદી માહોલ વચ્ચે પેટ્રોલિંગ કર્યું હતું અને ફસાયેલ વાહનોને બહાર કાઢીને મુસાફરોને મદદ કરી હતી.
ગત મોડી રાત્રીના સમયેથી વહેલી સવારના સમય સુધી જૂનાગઢ જીલ્લામાં મુશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો દ્રારા ફસાયેલ લોકોને સલામત સ્થળે ખસેડેલ અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરેલ,. ફસાયેલ વાહનો નીકાળવામાં પણ મદદ કરી સેવા સાથે સુરક્ષાનુ ઉતમ દાયીત્વ નીભાવી જૂનાગઢ પોલીસ દ્રારા “પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરેલ છે.