ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની એક યાદી જણાવે છે કે, સૌરાષ્ટ્રમાં આંબાના બગીચાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં હાલમાં ભૂકીછારા રોગનો ઉપદ્રવ વધુ માત્રામાં જોવા મળેલ છે. આ રોગ આંબામાં પાંદડા, ડાળીઓ તેમજ મોરમાં જોવા મળે છે. આ રોગ લાગતા પાંદડા પર સફેદ રંગનું આવરણ ચડી જાય છે તેમજ વળીને સુકાય જાય છે. મોરમાં આ રોગ લાગતા મોર સુકાય અને ખરી જાય છે. જેના લીધે કેરીના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરા તથા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટકશાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો.ડી.એમ.જેઠવા દ્વારા આંબાના બગીચા ધરાવતા સર્વે ખેડૂતોને ભૂકીછારાના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે કાર્બેનડેન્ઝીમ 50 ડબલ્યુ.પી ગ્રામ/લીટ કોપર ઓક્સીક્લોરાઇડ 50 ડબલ્યું.પી 2.4 ગ્રામ/લીટર, ડાયનોકેપ 48% ઈસી 0.5 ગ્રામલીટર, હેક્સાકોનાઝોલ 5% એસસી 2મિલીલીટર, સલ્ફર 803 પી ડબલ્યું % 4 ગ્રામલીટર, ટેટ્રાકોનાઝોલ 31- ટેટ્રાકોનાઝોલ 31 ઇડબલ્યું 8% – 25 ગ્રામલીટર, કાર્બેન્ડાઝીમ 1263 મેન્કોઝેબ %+% ડબ્લ્યુ.પી. 1.5 ગ્રામ/લીટર દવાઓનો ક્રમઅનુસાર જરૂરિયાત મુજબ વારાફરતી આખું ઝાડ પલળી જાય તે રીતે છંટકાવ કરવા જણાવવામાં આવેલ છે.