– જજ ગંજુના મર્ડર કેસની માહિતી શેર કરવા રાજયની તપાસ એજન્સીની લોકોને અપીલ
ભારત સરકારે એક ઐતિહાસીક પગલુ ઉઠાવીને 34 વર્ષ બાદ 1989-90 ના કાશ્મીરી હિન્દુનાં નરસંહારનાં કેસોને ફરીથી ખોલવાનો ફેંસલો કર્યો છે. બીજી વાર ખોલવામાં આવેલા કેસોમાં પહેલો કેસ રીટાયર્ડ જજ નીલકંઠ ગંજુના મર્ડર સાથે સંકળાયેલા છે. જેની હત્યા તત્કાલીન ઉગ્રવાદી યાસીન મલીકનાં જેકેએલએફનાં આતંકવાદીઓએ 4 નવેમ્બર 1989 ના શ્રીનગરમાં કરી હતી.
- Advertisement -
જજ ગંજુએ જ જેકેએલએફના આતંકી મકબુલ બટને ફાંસીની સજા સંભળાવી હતી. આ સજા બ્રિટનના ભારતીય રાજદુત રવિન્દ્ર મહાત્રેની હ્યામાં દોશી જાહેર થયા બાદ અપાઈ હતી. ત્રણ દાયકા પહેલા સેવા નિવૃત થયેલા ન્યાયાધીશ નિલકંઠ ગંજુની હ્યા પાછળ મોટા આપરાધીક ષડયંત્રનો પતો મેળવવા જમ્મુ કાશ્મીર રાજય તપાસ એજન્સી (એસઆઈએ) એ એક જાહેરાત આપી ઉપરોકત હત્યાકાંડના તથ્યો અને પરિસ્થિતિથી પરીચીત લોકોને આગળ આવી જાણકારી આપવાની અપીલ કરાઈ છે.