પાંચ મેચની શ્રેણી અંતર્ગત વેસ્ટ ઈન્ડિઝ સામે ગુયાનામાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે યજમાન ટીમને 7 વિકેટથી હાર આપી હતી. 160 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 83 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
સૂર્યકુમારે તેની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા 49 રન અને કેપ્ટન હાર્દિક પંડ્યા 20 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારતની જીત થઈ હોવા છતાં પાંચ મેચની ટી20 સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1થી આગળ છે. ચોથી ટી-20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે.
- Advertisement -
Another T20I milestone for Suryakumar Yadav 🔥
Details ⬇️https://t.co/Q0zbMGkoTe
— ICC (@ICC) August 9, 2023
- Advertisement -
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી બેટિંગ લીધી
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કિંગે સર્વાધિક 42 રન બનાવ્યા હતા. કેપ્ટન પોવેલે 19 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા. મેયર્સે 25 રન અને પૂરને 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 28 રનમાં 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 24 રનમાં 1 અને મુકેશ કુમારે 19 રનમાં 1 વિકેટ લીધી હતી.
કુલદીપ યાદવની એક જ ઓવરમાં બે વિકેટ
વેસ્ટ ઈન્ડિઝ મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું ત્યારે કુલદીપ યાદવે 15મી ઓવરમાં સ્ફોટક બેટર નિકોલસ પૂરનને 20 રન અને બ્રેંડોન કિંગને 42 રનના અંગત સ્કોર પર આઉટ કરીને વિન્ડિઝની રનની ગતિ વધવા દીધી નહોતી.