ખાદ્યચીજોના 20 નમૂના લેવાયા: ‘બચીસ કેન્ડી’ની કેન્ડી ખાતા પહેલાં વિચારજો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી, 150 રિંગ રોડ, પાસે આવેલ ‘બચીસ કેન્ડી’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલા મેન્યુફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ દર્શાવ્યા વગરની પડતર રહેલ માવા ફલેવરની કેન્ડી 50 નંગ (5 કિ.ગ્રા.)નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા એફએસએસ એક્ટ-2006 મુજબ પેકિંગ કરેલી ખાદ્યચીજો પર લેબલીંગ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
તા. 3-10-24થી તા. 17-10-24 સુધી ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગત સૂચવવામાં આવેલા એસ.ઓ.પી. મુજબ નવરાત્રિ તથા દશેરાના તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરીની ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવેલી છે. જે અંતર્ગત મીઠાઇ તથા દૂધની બનાવટના ઉત્પાદક, વિક્રેતાઓ પાસેથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ખાદ્યચીજોના કુલ 20 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા. જેમાં મલાઈ કેક બરફી (લુઝ)- જય યોગેશ્ર્વર ડેરી ફાર્મ, ઓરેન્જ બરફી (લુઝ)- જય યોગેશ્ર્વર ડેરી ફાર્મ, ડ્રાયફ્રૂટ મઠ્ઠો (લુઝ)- શ્રી મહેશ ડેરી ફાર્મ, મલાઈ કેક બરફી (લુઝ)- શ્રી મહેશ ડેરી ફાર્મ, ડ્રાયફ્રૂટ મઠ્ઠો (લુઝ)- જય ધારેશ્ર્વર ડેરી ફાર્મ, રસબિહાર બરફી (લુઝ)- શ્રદ્ધા ગુલાબ જાંબુ તથા ચોકલેટ બરફી (લુઝ), પાઈનેપલ બરફી (લુઝ), સ્પેશિયલ બરફી (લુઝ)- હરભોલે ડેરી ફાર્મ અને જે. જે. સ્વીટ એન્ડ ડેરી ફાર્મમાંથી પંચરત્ન હલવો, બાપા સીતારામ ડેરી ફાર્મને ત્યાંથી સંગમ બરફી અને ત્રિરંગા બરફી તેમજ શ્રી રાધે ડેરી ફાર્મ, મધુરમ ડેરી ફાર્મ, શ્રી દ્વારકાધીશ ડેરી ફાર્મને ત્યાં દૂધ- માવામાંથી બનતી ચીજવસ્તુઓના નમૂના લેેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ તથા કટારીયા ચોકડી વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 2 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 47 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગિરિરાજ દાળ પકવાન, પ્રિન્સ બદામ શેકને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ઇઝી બેકરી, લાપીનોઝ પીઝા, વિજય સ્વીટ માર્ટ, પિંડાઝી, ભેરુનાથ આઇસ્ક્રીમ, મયુર ભજીયા, લક્ઝરી કોલ્ડ્રિંક્સ, સત્યમ દાળ પકવાન, જય જલારામ ડેરી, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રીનાથજી ફરસાણ, વરિયા ફરસાણ, અક્ષર ગાંઠિયા ફરસાણ, મધુર બેકરી, ચિલ્ડ હાઉસ, ભેરુનાથ નમકીન, બિગ બાઇટ, રિયલ સેન્ડવિચ, ગિરિરાજ ફૂડ કોર્ટ, જલારામ ફૂડ કોર્ટ, મટુકી રેસ્ટોરેન્ટ, ધ ગ્રેટ પંજાબી ઢાબા, બાર્બેક્યૂ કલ્ચરની ચકાસણી કરવામાં આવી હતી.