સતત છઠ્ઠા વર્ષે આયોજન : ભાગ લેનાર પ્રત્યેક સ્પર્ધક વતી સદ્ભાવના વૃદ્ધાશ્રમ એક વૃક્ષ વાવશે
‘ગ્રીન ઇન્ડિયા-ફિટ ઈન્ડિયા’ થીમ અંતર્ગત
- Advertisement -
રાજકોટ સાયકલ ક્લબ, રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઊન દ્વારા આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સતત આઠમા વર્ષે રાજકોટ સાયકલ ક્લબ, રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉન દ્વારા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સંયુક્ત નેજા હેઠળ તથા રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના ખાસ સહયોગથી “રાજકોટ સાયકલોફન નું તા.6 એપ્રિલ 2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલોફન મા 5000 થી વધુ લોકો ભાગ લેશે. ગુજરાતની સૌથી મોટી સાયકલિંગ ઇવેન્ટ “સાયકલોફન આ વર્ષે “ગ્રીન ઇન્ડિયા-ફિટ ઈન્ડિયા” થીમ અંતર્ગત યોજાશે.
રાજકોટ સાયકલ ક્લબ, રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉન દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ સાયકલોફન 2025માં ભાગ લેનાર પ્રત્યેક સ્પર્ધક વતી સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગ થી એક વૃક્ષ વાવવામા આવશે.
સાયકલોનમાં ભાગ લેનાર માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં દરેક ભાગ લેનારને ટી – શર્ટ આપવામાં આવશે, રાઇડ પૂરી થયા પછી ફિનિશર માટે આકર્ષક મેડલ, ઇનામરૂપે વિવિધતાભરી સાયકલોનો લક્કી ડ્રો ,નાસ્તો, સોફ્ટ ડ્રિંક્સ, ચા, કોફી,રાઈડના સમગ્ર રૂટ પર રાઈડ સપોર્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓન લાઇન છે. ૂૂૂ.ભુભહજ્ઞરીક્ષ.જ્ઞલિ પર કરી શકાશે.
સ્પર્ધા તા.6 એપ્રિલ 2025, રવિવારે આત્મીય યુનિવર્સિટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. આ સાયકલોફનનો રૂટ આત્મીય યુનિવર્સિટી થી કે.કે.વી ચોક, 150 ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક અને ત્યાર થી પરત ફરી ફરી સાયકલોફન આત્મીય યુનિવર્સિટી પહોંચશે.આ સાયકલોફન માં 14 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓ જ ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 1 એપ્રિલ છે.વધુ માહિતી માટે રોટરી મીડ ટાઉન લાઇબ્રેરી, અમીન માર્ગ, રાજકોટ સંપર્ક કરવો.