કોઈ પણ નાગરિકોને બાળ શ્રમિકો દેખાય તો AHTU ની ટીમનો સંપર્ક કરવા જણાવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શ્રમઅધિકારી અંકિત ચંદારાણા તથા શ્રમ અધિકારી ડો. ડી.બી. કાનાણી તથા લીગલ ઓફિસર અજયભાઈ મકવાણા તથા સોશિયલ વર્કર (બાળ સુરક્ષા શાખા) જયદીપભાઇ ગોહિલ ના ઓને સાથે રાખી પોલીસ દ્વારા બે ટીમો બનાવવામાં આવેલ હતી.
આ બે ટીમો દ્વારા રેસકોર્સ રીંગરોડ ફરતે તથા રેસકોર્સ મેદાનની અંદર તથા અન્ય જગ્યાઓ પર બાળ મજૂરી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. આ ચેકિંગ દરમિયાન રેસકોર્સ રીંગ રોડ ફરતે ત્રણ બાળ શ્રમિકો મમરી ધાણીનું વેચાણ કરતા નજરે પડેલ હતા. આ બાળ શ્રમિકોને શ્રમ અધિકારીની રૂબરૂમાં પૂછતા તેઓએ જણાવેલ કે રાજા બાબુ એ અમને મજૂરીએ રાખેલ છે અને આ મજૂરી બદલ એક બાળ શ્રમિકને 6000 માસિક વેતન તથા બીજા બે બાળ શ્રમિકોને 4000-4000 માસિક વેતન આપતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ત્રણ બાળ શ્રમિકો પાસે રાજા બાબુ સાંજના ચારથી રાતના બાર વાગ્યા સુધી કામ કરાવતા હતા. રેકડીની અંદર મમરી ધાણી ભરી બાળ શ્રમિકોને રેકડી આપી દેવામાં આવતી હતી અને બાળ શ્રમિકો એકલા ઘરેથી રેકડી ચલાવી રેસકોસ રીંગ રોડ પર વેચાણ કરવા માટે આવતા હતા અને રાત્રે બાર વાગ્યા સુધી વેચાણ કરતા હતા. રાત્રે વેચાણ પૂર્ણ કરી દિવસનો જે વેપાર થાય તે રૂપિયા રાત્રીનાં રાજા બાબુ ને આપી દેતા હતા. બાળ શ્રમિકોને મજૂરીએ રાખનાર રાજા બાબુને હસ્તગત કરી પ્ર.નગર પોલીસ સ્ટેશનને સોંપેલ તથા પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે ચાઈલ્ડ લેબર પ્રોહિબિશન અને રેગ્યુલેશન એક્ટ-1986 ની કલમ-3, 7(4), 14 તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ-79 મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બાળ શ્રમિકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ’સ્પેશિયલ હોમ ફોર બોયઝ’ માં મૂકવામાં આવ્યો હતો.