By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    11 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    11 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    11 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    12 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    12 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં રાત્રિના સમયે વેપારીઓને રોજગાર-ધંધા ચાલું રાખવા સ્પષ્ટતા કરો: પ્રદેશ કૉંગ્રેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં રાત્રિના સમયે વેપારીઓને રોજગાર-ધંધા ચાલું રાખવા સ્પષ્ટતા કરો: પ્રદેશ કૉંગ્રેસ
રાજકોટ

રાજકોટમાં રાત્રિના સમયે વેપારીઓને રોજગાર-ધંધા ચાલું રાખવા સ્પષ્ટતા કરો: પ્રદેશ કૉંગ્રેસ

Khaskhabar Editor
Last updated: 2025/04/04 at 5:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.4

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજકોટનાં પોલીસ કમિશનરને એક આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં વેપારીઓ રાત-દિવસ મહેનત કરી ધંધા રોજગાર ચાલુ રાખી પોતાના ઘર પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 24 કલાક હોટલ રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા ખુલ્લા રાખવા છૂટ આપવામાં આવી છે અને આ જ વાતને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે રાત્રિના સમયે ગુજરાતના નાગરિક હરી-ફરી શકે ધંધા રોજગાર સારી રીતે ચલાવી શકે તેની જવાબદારી મારી પોતાની છે. આવા સમયે હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટમાં રાત્રિના સમયે 12 વાગ્યા પછી ધંધો નહીં કરી શકાય તેવી અફવાઓ થઈ રહી છે. જો કે આ બાબતે કોઈ સ્પષ્ટતા ન હોવાથી વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે માટે આ બાબતે સ્પષ્ટતા કરવા વિનંતી છે. ઉલ્લેખનીય છે કે કેટલીક જગ્યાએ એવી ફરિયાદો મળી છે કે કેટલાક પોલીસ કર્મીઓ રક્ષક બનવાને બદલે ભક્ષક બની દાદાગીરીપૂર્વક વેપારીઓને પરેશાન કરી જબરદસ્તી ધંધા રોજગાર બંધ કરાવી રહ્યા છે અને તેમની ચીજ વસ્તુઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે માટે કોઈ નિર્દોષ માણસ ખોટી રીતે હેરાન-પરેશાન ન થાય તે માટે ખાસ આપને ધ્યાન દોરવા માગીએ છીએ.આપને આ રજૂઆત કરતાં ખાસ જણાવવાનું કે ગુનેગારો સામે કડક પગલાં લેવા જ0 જોઈએ, આ વાત સાથે સહમત છીએ પરંતુ નિર્દોષ લોકો સાથે અન્યાય ન થાય અને કાયદો વ્યવસ્થા સ્થિતિ સારી રીતે ચાલે તે જોવાની જવાબદારી પણ આપની છે. કેટલીક જગ્યાએ પોલીસ તંત્ર ગુનેગારોના ગેરપ્રવૃત્તિના હાટડાઓ અટકાવવાના બદલે શહેરમાં ચા-પાણી, ખાણી-પીણીની હોટલો, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ પર દાદાગીરીપૂર્વક તેમના ધંધાઓ પર તોડફોડ કરી વાહનોમાં હવા કાઢવી, ફિલ્મી સ્ટાઈલથી પોલીસ વાન ચલાવી અસામાજિક તત્ત્વ જેવું કૃત્ય કરવું અને ખોટી રીતે શાંતિથી ધંધો રોજગાર કરતાં વેપારીઓને ત્રાસ આપી ધંધો રોજગાર બંધ કરાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

- Advertisement -

રાત્રિના સમયે જો ખાણી-પીણીની હોટલ અને ચા-પાનની દુકાનો બંધ કરાવાથી ગુનાખોરી થતી અટકતી હોય તો રાજકોટના વેપારીઓ નિયમનું પાલન કરી પોલીસને સહયોગ આપશે પરંતુ શરત કે નિયમો સૌ માટે સરખા હોવા જોઈએ, તેમાં એકને ખોળ અને એકને ગોળ જેવી સ્થિતિ ન હોવી જોઈએ. આપના તરફથી પોલીસ કમિશનર વિસ્તારમાં રાત્રિના સમયે ધંધો રોજગાર ચાલુ ન રાખવા બાબતે કોઈ સ્પષ્ટતા સાથે જાહેરનામુ પ્રસિદ્ધ થયેલું નથી, છતાં અમુક પોલીસકર્મીઓ પોતાની મનસ્વીતા અપનાવી ચા નાસ્તાની લારીઓના વેપારીઓ પર રાગદ્વેષ રાખી અમુક વિસ્તારના રોજગાર ધંધા બંધ કરાવે તો અમુક વિસ્તારના ચાલુ રખાવે છે, એટલું જ નહીં બાજુ બાજુમાં આવેલી દુકાનોમાં પણ ભેદભાવ કરવામાં આવે છે આ તે કેવો નિયમ? જેનો સીધો મતલબ એ થાય કે રાતે અમુક ચાની હોટલો-રેસ્ટોરન્ટમાં તેઓની ભાગીદારી હોય જેથી તેઓને ફાયદો કરાવવા બીજાને બંધ કરાવવી અથવા તો વગ ધરાવતા વેપારીોને ધંધામાં ફાયદો કરાવવા માટે આવી ગોળ-ખોળની નીતિ અપનાવતા હોય તે શરમજનક છે. પોલીસની છબીને લાંછન લગાડે તેવા સામાન્ય લોકો પર ખોટી દબંગાઈ કરતાં પોલીસ કર્મીઓના લીધે શહેરમાં વેપારીઓ અને રોજગાર સાથે સંકળાયેલા નાગરિકોની આર્થિક સ્થિતિ અને રોજગાર પર સીધી અસર કરે છે અને સાથે સાથે પોલીસ તંત્ર પ્રત્યે નાગરિકોના વિશ્ર્વાસને પણ તોડી નાખે છે.

પોલીસ તંત્ર દ્વારા કોઈ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તો તે સરકારની નીતિ પ્રમાણે પદ્ધતિસર અમલમાં મૂકવામાં આવે જેથી શહેરીજનોને અને વેપારીઓને પૂર્વ ખ્યાલ આવે તો નિયમોને આધીન લોકો બહાર નીકળી શકે.

શહેરમાં ચોરી, લૂંટ, અસામાજિક તત્ત્વો ખુલ્લેઆમ દારૂના નશામાં પજવણી, જુગાર અને હથિયારસર્જીત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસની નાઈટ પેટ્રોલીંગ અને ઓપરેશનલ સ્ટેટેજી વધુ મજબૂત કરવી જોઈએ નહીં કે રોજગાર ધંધાઓ બંધ કરાવવા જોઈએ.
રાત્રિના હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગાઓને, બહારગામના વિદ્યાર્થીઓ કે નોકરી કરતાં યુવાનો અને રાત્રિના સમયે નાઈટ શિફ્ટમાં નોકરી કરતાં લોકોને ચા-પાણી, નાસ્તો સહેલાઈથી મળી શકે તે બાબતને પણ ધ્યાને રાખી નિર્ણય કરવો અતિઆવશ્યક છે.
જો કોઈ ખાસ પરિસ્થિતિમાં કોઈ હોટલ અથવા ફૂડ સ્ટોલ બંધ કરાવવાની જરૂરિયાત જણાય તો તેનું કારણ સ્પષ્ટ કરવામાં આવે અને સત્તાવાર લેખિત આદેશ આપવામાં આવે. શહેરમાં અમુક પોલીસ કર્મીઓની પોતાની માલિકીની તેમજ ભાગીદારીમાં ચાલતી ખાણીપીણીની હોટલ, રેસ્ટોરન્ટ 24 કલાક ધમધમે છે અને ત્યાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડતું હોય છે છતાં ત્યાં કોઈ નિયમો લાગુ પડતાં નથી કે ક્યારેય પોલીસ તંત્ર દ્વારા બંધ કરવામાં આવતી નથી જેથી વેપારીઓમાં પોલીસની બેવડી નીતિનો વિરોધ જોવા મળી રહ્યો છે. નિયમો તમામ વેપારીઓ માટે એકસમાનની નીતિ અમલમાં મૂકવામાં આવવી જોઈએ.

- Advertisement -

અમુક પોલીસ કર્મચારીઓ વેપારીઓ સાથે રાગદ્વેષ રાખી અન્ય સ્વાર્થવશ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા હોય તેઓ સામે કડક પગલાં લેવામાં આવે.
નશાની હાલતમાં ફરજ બજાવીને વેપારીઓને હેરાન કરતાં અમુક પોલીસ કર્મચારીઓ સામે આંતરિક તપાસ કરવામાં આવે અને જરૂરી એન્કફોર્સમેન્ટ એજન્સીઓને પણ સૂચિત કરવામાં આવે.
આગામી સમયમાં પોલીસ તંત્ર અને વેપારી સંગઠનો વચ્ચે બેઠક રાખીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવે. હોટલ અને ફૂડ સ્ટોલના વ્યવસાય પર પ્રભાવક કોઈપણ નિર્ણય લેવાય તો તે પહેલાં સંબંધિત પક્ષોને યોગ્ય રીતે માહિતી આપવામાં આવે.
પોલીસ દ્વારા અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરી યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી આશા અને અપેક્ષા છે. માટે જો રાત્રિના સમયે ધંધા રોજગાર 12 વાગ્યા પછી ચાલુ ન રાખી શકાય તેવી આપસાહેબની સૂચના હોય તો જાહેરનામુ બહાર પાડવામાં અને ત્યારબાદ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની યોગ્ય અમલવારી વેપારીઓએ કરવી તેવું જાહેર કરવામાં આવે જેથી ગેરસમજ ન થાય અને નિર્દોષ લોકોને મુશ્કેલી ન સર્જાય માટે જાહેરનામા અંગે અમલવારી ન કરી તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો જાહેરનામા ભંગ બદલ તેમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે તો તેનું અમે સમર્થન કરીએ છીએ.

12 વાગ્યા પછી ધંધો નહીં કરી શકાય તેવી અફવાથી વેપારીઓ પરેશાન: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવાયું

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાયાવદર પોલિસ સ્ટેશન વિસ્તારના અસામાજીક તત્વોના બાંધકામ તોડાયા
Next Article સંત કબીર રોડ ઉપર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?