રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરના પત્ર અન્વયે ઉંદર પકડવામાં ઉપયોગમાં લેવાતી ગ્લુ ટ્રેપ ઉંદર માટે જીવલેણ સાબિત થતી હોય જે અંગે હાઈકોર્ટમાં એક પીટીશન દાખલ કરવામાં આવી હોવાથી પ્રાણી કરતા નિવારણ અધિનિયમ જોગવાઈનો અમલ કરવા સૂચના અન્વયે રાજકોટમાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા જનહિતમાં પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાંમાં જણાવ્યું હતું કે ઉંદર પકડવા માટે વપરાતી ગ્લુ ટ્રેપને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી તરીકે ઓળખવામાં આવે છે જે પ્રતિબંધિત છે જયારે ઉંદર આ ગ્લુ ટ્રેપ ઉપર ચાલે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મૂક્ત થઇ શકતા નથી ગ્લુમાં ચોંટી જવાથી ડીહાઈડ્રેસન, ભૂખમરો અને ગુંગળામણ થવાને લીધે ઉંદરનું પીડાદાયક મૃત્યુ થાય છે જેની સામે હાઈકોર્ટમાં થયેલ પીટીશન સંદર્ભે ઓરલ ઓર્ડર મુજબ પ્રાણીની બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ હોય જેથી રાજકોટ શહેરમાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.