બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ ફરિયાદ
મોરબી રોડ પરની મહાશકિત પાર્કમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતાં પ્રદીપ બેલડીયાએ તેના બે મિત્રો અમીત રાજુભાઈ વ્યાસ અને જય રાતડીયા સામે બી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.3ના ઘરે હતો ત્યારે મોબાઈલમાં ગૂગલ પે એપ્લીકેશનમાં બેંક ખાતામાં પડેલા રૂપીયા ચેક કરતાં ખાતામાં માત્ર 796 જ જોવા મળતાં બીજા દિવસે બેંકમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવતા જાણ થઈ કે ગત.તા.16/7 થી 28/7 સુધીમાં રૂ.74000 અન્ય બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા છે
જેથી આ અંગે ગત.તા.5/8ના સાયબરમાં ફરિયાદ નોંધાવી હતી બાદમાં જાણવા મળ્યું કે ઉપરોકત આરોપી અમિત અમુક વાર મોબાઈલ માંગતો અને તેઓને ખબર ના પડે તેમ ગુગલપેનો પાસવર્ડ મેળવી લીધા બાદ અન્ય બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી લીધેલ બન્ને મિત્રોએ પોતાનો આર્થીક ફાયદો મેળવવા કટકે કટકે રૂ.74000 ઉપાડી ઠગાઈ કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.