સોમનાથ મંદિર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર 40 જેટલા દબાણો ખુલ્લાં કરવાની કવાયત
કોર્ટ કમિશનરની હાજરીમાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઇ
- Advertisement -
2003માં દાવો દાખલ કર્યો હતો: 22 વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટની જીત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
સોમનાથ મંદિર સમીપ કોર્ટના આદેશ મુજબ આજે સવારથી પોલીસ પ્રોટેક્શન સાથે 40 દબાણો ખાલી કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.સોમનાથ ટ્રસ્ટ હસ્તકની જમીન પરત સોંપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં 100 થી વધુ પોલીસકર્મીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા.
સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર સામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલાં દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે (22 માર્ચે) શરૂ કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1માં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદિત જમીનમાં આવેલાં 40થી વધુ રહેણાક મકાનમાં 150 જેટલા લોકો વસવાટ કરતા હતા.
મળતી માહિતી મુજબ, સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1વાળી કુલ 34,644 ચોરસ ફૂટ જગ્યાનો વિવાદ ચાલતો હતો. જેને લઇ દબાણકારોએ વેરાવળ કોર્ટમાં વર્ષ 2003માં દાવો દાખલ કર્યો હતો. આ મામલે વેરાવળ કોર્ટે 2018માં સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપી વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો. જેને લઇ આખરે આજે વહેલી સવારથી કોર્ટ કમિશનરની હાજરીમાં આ કાર્યવાહી શરૂ થઈ છે.
આ કાર્યવાહીમાં વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર શામળા, ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા છે. આમ, આખરે 22 વર્ષે સોમનાથ ટ્રસ્ટની જીત થઇ છે. ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ હાલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી ચાલુ છે.
જડબેસલાક પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો
કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 10 પોલીસ અધિકારી ઉપરાંત LCB, SOG સહિત 100 જેટલા પોલીસકર્મચારીનો જડબેસલાક પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે
- Advertisement -
ગિર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સીમતળના રસ્તા પર પેશકદમી દૂર કરાઈ
આશરે રૂ.15 લાખની જમીન ખુલ્લી થઈ
ગિર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખેરાળીથી છાપરી ગામને જોડતા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની રજૂઆત અન્વયે હસનાવદર , ખેરાલી ગામના ખેડૂતો દ્વારા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મામલતદાર વેરાવળ ગ્રામ્યની ટીમ દ્વારા તારીખ 18/03/2025 થી 23/03/2025 ના રોજ દિન-6 માં રસ્તો અંદાજિત લંબાઈ આશરે 2 કિ.મી. તથા અંદાજિત 14 થી 16ફૂટ જુદી જુદી જગ્યાએ પહોળાઈ ધરાવતા રસ્તા પર જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ સર્વે ખાતેદારોની સંમતિથી હટાવી રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત આશરે 15 લાખ થાય છે.