કેનેડા ફરી બેકફૂટ પર… ભારતને હાથ જોડ્યા
PM મોદી પર સવાલ ઉઠાવતા રિપોર્ટ પર ટ્રુડો સરકારે કહ્યું- કોઈ પુરાવા નથી, કોઈ માહિતી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે. કેનેડા સરકારે તાજેતરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે જેમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી છે તેની માહિતી પહેલાંથી જ હતી. કેનેડા સરકારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા ગજઅ અજિત ડોભાલને કેનેડાની અંદરની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવા ટાંક્યા નથી અને ન તો તે તેમની જાણમાં છે. ભારત પર ખોટો આરોપ લગાવનારી ટ્રુડો સરકાર પાસે કોઈ પુરાવા નથી. ભારતની કડકાઈ બાદ ટ્રુડો સરકારે નિવેદન જાહેર કર્યું છે. ટ્રુડો સરકારે કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદી, વિદેશ પ્રધાન જયશંકર અને અજિત ડોભાલ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી. તેમની પાસે આ અંગે કોઈ પુરાવા પણ નથી. કેનેડિયન મીડિયા રિપોર્ટ પર સ્પષ્ટતા કરતા જસ્ટિન ટ્રુડો સરકારે કહ્યું કે, ‘કેનેડા સરકારે આ નિવેદન આપ્યું નથી, ન તો તે વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા ગજઅ અજિત ડોભાલને કેનેડામાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવાથી વાકેફ છે. આ અહેવાલ અટકળો પર આધારિત અને ખોટો છે.
અગાઉ પણ કેનેડાની ટ્રુડો સરકારે ભારત પર આરોપો લગાવીને પછી યુ-ટર્ન માર્યો હતો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો ત્યારે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી, કોઈ નક્કર પુરાવા નહોતા. ટ્રુડો સરકારે અગાઉ દાવો કર્યો હતો કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે. એ જ સમયે ભારત કહે છે કે કેનેડાએ આ હત્યા સાથે સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી. ટ્રુડોના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે (17 ઓક્ટોબર) કહ્યું હતું કે બંને દેશોના સંબંધોમાં ખટાશ માટે કેનેડાના પીએમ જવાબદાર છે.
- Advertisement -
કેનેડિયન મીડિયા રિપોર્ટમાં શું હતું?
કેનેડિયન મીડિયાએ સરકારી સોર્સને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતીય વડાપ્રધાન, વિદેશ મંત્રી અને ગજઅને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે પહેલાંથી જ જાણકારી હતી. કેનેડા સરકારના એક સૂત્રને ટાંકીને કેનેડાના ગ્લોબ એન્ડ મેલ અખબારના અહેવાલમાં દાવો કર્યો છે કે વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ આ અંગે જાણકારી હતી.
ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો
કેનેડાના આરોપો બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી કરતા નથી. જો કે, આવાં ‘વાહિયાત’ અને હાસ્યાસ્પદ નિવેદનોને નકારીએ છીએ. રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, આવાં ખોટાં નિવેદન આપણા પહેલાંથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે.