બેન્કોમાં રૂ.2000ની નોટોની જમા થાપણો વધવા લાગી
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં હવે વ્યાજદર વધારાનો છેલ્લા એક વર્ષથી ચાલતા સમયનો અંત આવે તેવા સંકેત છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ એપ્રિલ માસમાં વ્યાજદર વધારો-ઘટાડો કર્યા વગર જે યથાવત સ્થિતિ જાળવી રાખી હતી તેમાં હવે આ માસમાં યોજાનારી બેઠક પર નજર છે પણ જે રીતે ફુગાવાની સ્થિતિ સુધરી રહી છે તેથી આરબીઆઈ ફરી એક વખત વ્યાજદર યથાવત રાખે તેવી શકયતા છે. જો કે રીઝર્વ બેન્ક પાસે વિચારણામાં અનેક કારણો છે. જેમાં સૌથી મોટુ કારણ નેરૂત્યના ચોમાસાનુ છે.
- Advertisement -
જે અંગે ખુબજ અનિશ્ચીત સ્થિતિ બની રહેવાનો ડર છે પણ તે સમયે જ આરબીઆઈએ જે રીતે રૂા.2000ની ચલણી નોટો પરત ખેચવાની જાહેરાત કરી તા.30 સપ્ટે. સુધીમાં તે એકસચેંજ કરાવવા કે પછી બેન્ક ખાતામાં જમા કરાવવા આદેશ આપ્યો છે તેનાથી બેન્કોમાં થાપણો વધવા લાગ્યા છે અને તેના ભાર હેઠળ હવે બેન્કો થાપણો પરના વ્યાજદરમાં ઘટાડો કરવા ભણી જઈ રહી છે. કુલ રૂા.3.69 લાખ કરોડની રૂા.2000ની ચલણી નોટો સકર્યુલેશનમાં છે જેમાં મોટાભાગની ચલણમાંથી પરત આવશે અને બેન્કોમાં જે હાલ ઉંચા વ્યાજદર છે.
જે હેઠળ જમા થતા બેન્કોને લાંબા સમય સુધી ઉંચુ વ્યાજ ચૂકવવું પડે તો તેના પર માર્જીન પર અસર થવાની ચિંતા બેન્કીંગ ક્ષેત્રમાં છે તેથીજ હવે ખાનગીક્ષેત્રની એકસીસ બેન્ક અને જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્કે તેના રૂા.2 કરોડ કે તેથી ઓછી રકમની થાપણોના દર ઘટાડવાનો પ્રારંભ કર્યો છે. બેન્કે 1 વર્ષની મુદતી થાપણો પરનો વ્યાજદર પાંચ બેઝીક પોઈન્ટ ઘટાડીને 6.80માંથી 6.75 ટકા કર્યો છે.
આમ દરેક કેટેગરીમાં પાંચ બેઝીક પોઈન્ટ વ્યાજ ઘટાડયું છે તો એકસીસ બેન્કે તો 20 બેઝીક પોઈન્ટ હેઠળ વ્યાજદર ઘટાડયા છે જેમાં 7 દિવસથી 10 વર્ષ દરેક સ્તરની થાપણોના 20 બેઝીક પોઈન્ટ વ્યાજ ઘટાડયા છે અને તેથી વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં મોટા ઘટાડાની તૈયારી છે.