રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાનો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ ભાજપ પર આકરા વાક પ્રહારો કર્યા હતા. રાજકોટ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું આગમન થવાનું હોય ત્યારે જીલ્લાનું સમગ્ર સરકારી તંત્ર જાણે ભાજપની સેવા કરવા માટે નોકરી કરતા હોય તેવું સ્પષ્ટ નઝરે દેખાઈ રહ્યું છે અને રીંગરોડ પરથી જયારે સી.આર.પાટીલ નીકળવાના હોય તેના અનુસંધાને જાણેકે સમગ્ર રાજકોટ ભાજપનું હોય અને ભાજપે જ વહેંચાતું રાખેલું હોય અને ભાજપ જેટલું કહે તેટલું રાજકોટ કરતુ હોય તેવો માહોલ સી.આર.પાટીલને દેખાડવા માટે બેફામ રીતે સરકારી વાહનો હોય કે નોકરિયાતો હોય તે તમામને ભાજપના આદેશ અનુસાર કામગીરી કરાવી રહ્યા છે જેના પ્રતાપે રાજકોટ શહેરની જનતાને કપરા પરિણામો ભોગવવા પડી રહ્યા છે જેવા કે છેલ્લા ત્રણ દિવસથી અનેક જગ્યાએ લાઈટ ગુલ થવાની ફરિયાદો પેન્ડીંગ છે અને સમયસર ફરિયાદો સોલ્વ થતી નથી પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર અને આરએમસીના રોશની વિભાગના કોન્ટ્રાક્ટરની ગાડીઓ જે થાંભલાઓની લાઈટ રીપેરીંગ કરવાની હોય છે તે ગાડીઓ હાલ ભાજપની ઝંડીઓ લગાડવામાં વ્યસ્ત છે અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરે પણ મંજૂરી ન આપી હોય તો પણ ભાજપના આગેવાનો ધરાર ઝંડીઓ લગાડે છે સામાન્ય નાગરિકે અથવા કોઈ નાના વેપારીએ પોતાની નાની જાહેરાત પણ લગાડી હોય અને પોલનો ઉપયોગ કર્યો હોય તો મનપા દ્વારા હજારો રૂપિયાનું બિલ અને દંડ સહીત નાના માણસોના નામે ચડતું હોય છે. ત્યારે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ હવે ભાજપ ઉપર એક્શન લઈને બતાવે તેવું વશરામભાઈ સાગઠીયાએ એક યાદીમાં જણાવ્યું છે.