વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન બોઇંગ 777-300ER આજે ભારત પહોંતશે. અમેરિકી રાષ્ટ્રપતિના વન એરફોર્સ જેવી ક્ષમતાઓથી સજ્જ આ વિમાનમાં ઘણી સુવિધાઓ છે. આ વિમાનની વિશેષ વાત એ છે કે તેના પર કોઈ મિસાઇલ અસર કરતી નથી. આ બંને લાંબા અંતરની બોઇંગ 777-300ER વિમાન એર ઇન્ડિયામાં જ નહીં પણ ભારતીય વાયુ સેનાના કાફલામાં જોડાશે.

ભારતમાં બે બોઇંગ 777-300ER વિમાનો એક સાથે આવી રહ્યા છે, જેનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ કરશે. હજી સુધી આ નેતાઓ એર ઇન્ડિયા બોઇંગ બી 747 વિમાનનો ઉપયોગ કરે છે. એવું કહેવામાં આવે છે કે સુરક્ષાની દ્રષ્ટિએ આ વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાનની બરાબર છે. આ વિમાનની વિશેષ વાત એ હશે કે તે ભારત અને અમેરિકા વચ્ચે રિફ્યુઅલિંગ માટે અટક્યા કર્યા વગર જઈ શકશે.

આ વિમાન એક સમયે 6800 માઇલનું અંતર કાપી શકે છે અને મહત્તમ 45,100 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી એર ઇન્ડિયા પર વડાપ્રધાનના વિમાનને ઉડવાની જવાબદારી હતી પરંતુ આ નવા વિમાનને એરફોર્સના પાઇલટ્સ ઉડાવશે. બંને વિમાનની કિંમત આશરે 8458 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.