રસી ફરજીયાત કરાતા ‘વેક્સિન ફાસીવાદ’ બંધ કરો ના નારા લોકોએ લગાવ્યા
યુરોપના દેશ ઓસ્ટ્રિયામાં કોરોના વેક્સિનને ફરજિયાત બનાવવામાં આવી છે. સરકારે વેક્સિન નહીં લગાવનારા લોકોને 600 યુરો એટલે કે 51000 રપિયા દંડ ફટકારવાનુ એલાન કર્યુ છે અને જે વધીને 3500 યુરો એટલે કે ત્રણ લાખ રુપિયા સુધી પહોંચી શકે છે.
દરમિયાન સરકારના એલાન સામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે.ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં જ 44000 લોકોએ વેક્સિન વિરોધી રેલી કાઢી હોવાનુ પોલીસનુ કહેવુ છે.લોકોએ સાથે સાથે વેક્સિનના નામે ચાલતો ફાસીવાદ બંધ કરો તેવા નારા પણ લગાવ્યા હતા.
- Advertisement -
કેટલાક વેક્સિન સામે મારી લડાઈ છે તેવા પોસ્ટરો પણ રજૂ કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં 66 ટકા લોકોને વેક્સિનના બે ડોઝ લાગી ચુકયા છે પણ યુરોપાના બીજા દેશોના મુકાબલે આ ટકાવારી ઓછી છે.બીજી તરફ ઘણા લોકો વેક્સિનને લઈને શંકાશીલ છે. તેમના ડરને ઓસ્ટ્રિયાની રાજકીય પાર્ટી ફ્રિડમ પાર્ટી પ્રોત્સાહન આપી રહી છે.