1967 સુધી, ભારતમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની એક સાથે ચૂંટણીઓ સામાન્ય હતી. આઝાદી પછી, વર્ષ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ છે. વર્ષ 1967 પછી, લોકસભા અને વિધાનસભાઓ અલગ-અલગ સમયે ઘણી વખત ભંગ કરવામાં આવી, જેના કારણે આ ક્રમ તૂટી ગયો.
ચૂંટણી લગભગ દર વર્ષે અને હંમેશા દેશના કોઈને કોઈ ભાગમાં યોજાય છે. એ હકીકત છે કે દેશમાં છેલ્લા ત્રણ દાયકામાં એક પણ વર્ષ એવું નથી પસાર થયું કે જ્યારે ચૂંટણી પંચે કોઈ રાજ્ય કે બીજા રાજ્યમાં ચૂંટણી ન કરાવી હોય. ત્યારે હવે કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે. હવે પહેલા ની જેમ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે.
- Advertisement -
‘એક દેશ, એક ચૂંટણી’ના અમલીકરણના કિસ્સામાં, સંસદીય ચૂંટણીઓ, એટલે કે લોકસભાની ચૂંટણીઓ અને તમામ રાજ્યો (વિધાનસભાઓ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો સહિત)ની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવશે. આ માટે, કેટલીક વિધાનસભાઓ સમય પહેલા ભંગ કરવી પડી શકે છે. ને કેટલીકનો કાર્યકાળ લંબાવવો પડી શકે છે, જેના માટે બંધારણીય સુધારા કરવા પડશે.
જાણો શું છે વન નેશન, વન ઇલેક્શન
વન નેશન, વન ઇલેક્શ નો અર્થ એ છે કે સંસદ, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે, એક જ સમયે થવી જોઈએ. અને સરળ શબ્દોમાં સમજી શકાય કે મતદારો એટલે કે લોકો એક જ દિવસમાં ત્રણેય સ્તરની સરકાર કે વહીવટીતંત્રને મત આપશે. હવે, વિધાનસભા અને સંસદની ચૂંટણીઓ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે, તો પછી ‘એક ચૂંટણી’ના આ વિચારમાં સમજાય છે કે તકનીકી રીતે સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ શકે છે. એકસાથે હાથ ધરવામાં આવશે.
ભારતમાં પહેલા પણ થતી હતી એક સાથે ચૂંટણી
1967 સુધી, ભારતમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની એક સાથે ચૂંટણીઓ સામાન્ય હતી. આઝાદી પછી, વર્ષ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ છે. વર્ષ 1967 પછી, લોકસભા અને વિધાનસભાઓ અલગ-અલગ સમયે ઘણી વખત ભંગ કરવામાં આવી, જેના કારણે આ ક્રમ તૂટી ગયો. 1968 અને 1969માં કેટલીક વિધાનસભાઓ અને 1970માં લોકસભાનું અકાળે વિસર્જન કરવામાં આવ્યું હતું. એક દાયકા પછી, 1983માં, ચૂંટણી પંચે એક સાથે ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, પંચે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તત્કાલીન સરકારે તેની વિરુદ્ધ નિર્ણય લીધો હતો. 1999ના કાયદા પંચના અહેવાલમાં પણ એક સાથે ચૂંટણીઓ યોજવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ જોર આપ્યું હતું. ભાજપે 2014ની લોકસભા ચૂંટણી માટે તેના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું હતું કે તે રાજ્ય સરકારોની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એકસાથે ચૂંટણી યોજવાની રીત વિકસાવવાનો પ્રયાસ કરશે.