અમેરિકામાં ગોળીબારીની ઘટના સતત ઘટી રહી છે. હવે ઓકલાહોમમાં મેમોરિયલ ડે ફેસ્ટિવલમાં ફાયરિંગની ઘટના બની છે. એક મીડિયા રિપોર્ટસ અનુસાર, ઓકલાહોમામાં રવિવરના એક આઉટડોર મેમોરિયલ ડે ફેસ્ટિવલમાં ગોળીબારી થઇ. આ ઘટનામાં એક વ્યક્તિની મૃત્યુ થઇ અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોને તુરંત જ હોસ્પિટલ સારવારા માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા.
- Advertisement -
હાલમાં મળેલી જાણકારી મુજબ, પોલીસએ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. મેમોરિયલ ડે કાર્યક્રમમાં થયેલા ગોળીબારનો ભોગ બનેલા લોકો 9થી 56 વર્ષની ઉંમરના છે.
One person was killed and another seven were injured after a shooting broke out during a Memorial Day festival in Oklahoma: US media
— ANI (@ANI) May 30, 2022
- Advertisement -
ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર
ગોળીબારીની જાણકારી આપતા કહ્યું કે, ઓક્લાહોમા સ્ટેટ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગંશનએ એક નિવેદન જાહેર કર્યું છે, તેમાં જણાવવામાં આવ્યુ છે કે, આ ફાયરિંગમાં 39 વર્ષની એક મહિલાની મૃત્યુ થઇ છે. આ ઘટનામાં અડધા ડઝનથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર જણાય રહી છે. બધા ઇજાગ્રસ્તોને સારવારા માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.
શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ પછી પૂછતાછ ચાલુ
ઓકલાહોમા પોલીસએ આ ઘટનામાં એક આરોપી સ્કાઇલર બકનર માટે ધરપકડનું વોર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આરોપીની ધરપકડ કર્યા પછી તેની પૂછતાછ ચાલુ છે. તેમણે રવિવારના બપોરે મસ્કોગી શેરિફ ઓફિસમાં સામેથી હાજર રહ્યો હતો. પોલીસએ જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે કે, આરોપીને આવું કેમ કર્યુ.