ગુરુ ગ્રહના તોફાની ગ્રેટ રેડ સ્પૉટ, છાલા અને ઉત્તરી અને દક્ષિણી ધ્રુવો પર અરોરાનું પરિવર્તન, આ બધુ એક જ તસવીરમાં આજ સુધી જોવા મળ્યું ન હતું. આવું પહેલી વાર થયું છે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે ગુરુ ગ્રહની આટલી શાનદાર તસવીર લીધી છે. આ ગુરુ ગ્રહનાં બે નાના સેટેલાઇટ્સ અને પાછળ હાજર આકાશગંગા પણ જોવા મળે છે. આ તસવીરો ખરેખર અદ્ભૂત છે.
આ તસવીર છે અત્યાર સુધીની ગુરુ ગ્રહની સૌથી સ્પષ્ટ તસવીર
- Advertisement -
ગુરુ ગ્રહથી ઉત્તર અને દાખસીન ધ્રુવ પર અરોરા એટલે કે નૉર્થન અને સાઉથર્ન લાઇટ્સની ચમક જોવા મળી રહી છે. આ ઉપરાંત, એક વાઇડ – ફિલ્ડ તસવીરમાં તો આ ગ્રહના બધા હિસ્સાઓ એક લાઇનમાં જોવા મળી રહ્યા છે. તેની ધૂંધળી રિંગ, તેના બે ઉપગ્રહ એટલે કે અમથલિયા અને અદ્રાસ્તિયા. આ પાછળ આકાશગંગામાં ચમકતા તારા પણ જોવા મળે છે.
Surprising details leap out in sharp new #JamesWebbSpaceTelescope images of #Jupiter https://t.co/IA92aAKYVi
— Phys.org (@physorg_com) August 22, 2022
- Advertisement -
ગ્રહના ગ્રેટ રેડ સ્પૉટ, છાલા અને ઉત્તરી-દક્ષિણી ધ્રુવો પર અરોરાનું પરિવર્તન, બધુ જ એક તસવીરમાં
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કેલેનાં પ્રોફેસર અને પ્લેનેટરી એસ્ટ્રોનોમર ઇમકે ડે પેટરે કહ્યું કે અમે આજ સુધી ગુરુ ગ્રહની આવી તસવીર જોઈ નથી. આ અદ્ભૂત અને અતુલનીય છે. આ તસવીરની ડિટેલ્સ એટલી ઝીણવટભારી છે કે અમે બધી જ વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકી છીએ. ઇમકે ડે પેટરે આ તસવીરને જૂડી સ્મિટ પાસે પ્રોસેસ કરાવી અને ત્યાર બાદ 22 ઓગસ્ટ 2022ના રોજ આ તસવીરને રીલીઝ કરવામા આવી હતી.
ઇમકે પેટરે કહ્યું ગુરુ ગ્રહને આ પ્રકારે જોવાની આશા ન હતી. JWSTના નિયર ઇન્ફ્રારેડ કેમેરાએ ગુરુ ગ્રહનો વાઇડ ફિલ્ડ વ્યૂ પણ લીધો હતો, જેમાં તેની રિંગ અને બંને ચંદ્ર જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ તસવીર એ વાતની સાબિતી છે કે જેમ્સ વેબનો ઇન્ફ્રારેડ કેમેરા કેટલો સંવેદનશીલ છે.
1. Make way for the king of the solar system! 👑
New Webb images of Jupiter highlight the planet's features, including its turbulent Great Red Spot (shown in white here), in amazing detail. These images were processed by citizen scientist Judy Schmidt: https://t.co/gwxZOitCE3 pic.twitter.com/saz0u61kJG
— NASA Webb Telescope (@NASAWebb) August 22, 2022