ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.18
પોરબંદરના માધવપુર બીચ ઉપર કલાકારોએ રેતી શિલ્પ કૃતિઓ રજૂ કરી છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની રાજ્ય લલિત કલા એકેડેમી અમદાવાદ દ્વારા આયોજિત રેતીશિલ્પ મહોત્સવ 2024માં માધવપુર મેળામાં તા. 17 થી 21 એપ્રિલ સુધી પાંચ દિવસનું રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેત શીલ્પમાં ગુજરાતના ખ્યાતનામ 30 થી 35 કલાકારો દ્વારા પોતાની ઉતમ ક્રૃતિ રજૂ કરવામાં આવી હતી. રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, આલોક પાંડે, જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રમતગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -
રેતી શિલ્પના પાંચ દિવસના આ કાર્યક્રમમાં અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓમાં રુક્ષ્મણી હરણ, માધવ વિવાહ, માધવપુર મેળાની પ્રતિકૃતિ, મોરપીંછ, શંખ, રામ મંદિર, મતદાન જાગૃતિ, જલ પરિ, વાંસણી સાથે કૃષ્ણ, જેવા રેતી શિલ્પ તૈયાર કરાયા છે. ગુજરાત લલિતકલા કલાની ટીમ આ શિલ્પોની જાળવણી કરશે, પાંચ દિવસ આ મહોત્સવ ચાલશે, આ રેતીશીલ્પ મહોત્સવમાં ગુજરાત ગૌરવ નથુભાઈ ગરચર, હરીશ લાખાણી, પરિમલ મકવાણા, અવકાશ દ્રારકા, સાયાભા, જયેશ હીગરાજીયા સહિત 30 થી 35 કલાકારોએ ભાગ લીધો છે, લોકો માટે રેતી શિલ્પ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.