– The Land of Ahimsa ડોક્યુમેન્ટરીના નિર્માત્રી ડોલી આહુજા સાથે દિગ્દર્શક ડૉ. શૈલેષ રાવ, તેમના પુત્ર, તેમજ ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. પુલકિશ જાની ખાસ ખબરની મુલાકાતે
આજની આધુનિક જીવનશૈલીમાં માણસ સતત વિકાસ કરીને છેક મંગળ સુધી પહોંચી ગયો છે. તેમણે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ જેવી કે, જૈવિક વિવિધતા, પાણી, શુદ્ધ હવા, અને જમીનને પોતાના સ્વાર્થ માટે ખતમ કરી નાખી છે, અને વિનાશના આરે પહોંચી ગયા છે. એટલે જ આ વિનાશને રોકવા માટે હવે તે પ્રયત્નોમાં લાગી ગયો છે, અને જાગૃતતા ફેલાવવા લાગ્યો છે. આવા જ એક વિચાર સાથે જ અમેરિકામાં વસતા અને મૂળ ભારતીય ડોલી આહુજા વેગન ફૂડ અને અહિંસાના વિચારો રજૂ કરતી એક The Land of Ahimsa નામની ડોક્યુમેન્ટરી બનાવી છે, અને સમગ્ર વિશ્વમાં તેમનો પ્રચાર- પ્રસાર કરી રહ્યા છે.”The Land of Ahimsa” ડોક્યુમેન્ટરી ફિલ્મ ડૉ. શૈલેષ રાવ (કાઉસ્પીરેસી, વોટ ધ હેલ્થ એન્ડ પ્રેયર ફોર કમ્પેશન) અને જેરોમ ફ્લાયન (ગેમ ઓફ થ્રોન્સ) દ્વારા એક્ઝિક્યુટિવ નિર્મિત છે અને આર્યમેન, ડોલી વ્યાસ અને મયુર આહુજા તેમના દિગ્દર્શક તથા નિર્માતા છે. ડોલી આહુજાએ બોલિવૂડ અભિનેતા અને ડોક્યુમેન્ટ્રીના દિગ્દર્શક આર્યમેન સાથે ફિલ્મનું લેખન અને નિર્માણ કાર્ય કર્યુ છે. આ ડોક્યુમેન્ટરીના પ્રચાર માટે ડોલી આહુજા, ડૉ. શૈલેષ રાવ અને તેમના પુત્ર રાજકોટ ખાતે આવ્યા ત્યારે ખાસ- ખબરની મુલાકાતે પધાર્યા હતા. તેમની સાથે ડોક્યુમેન્ટરી અને વેગનીઝમ અને અહિંસાના વિચારો વિશે થયેલી વાતચીતના કેટલાક અંશો….
- Advertisement -
આ ડોક્યુમેન્ટરીના દિગ્દર્શક અને લેખક ડોલી વ્યાસ આહુજા ખાસ ખબરને જણાવે છે કે “ આ ડોક્યુમેન્ટરી જોવાથી દર્શકોને તેઓ જે રીતે ખાય છે તેનાથી શરૂ કરીને તેઓ અન્ય લોકો સાથે જે રીતે વર્તે છે તે રીતે વિશ્વને બદલવા માટે પ્રેરિત કરશે. “અહિંસાની ભૂમિ” ભારતના લોકોને માંસ અને ડેરીનો ત્યાગ કરવા પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. અહિંસા, હિંદુ, બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં અને તેનો અર્થ તમામ જીવો પ્રત્યે આદર અને અહિંસા છે. સાચી અહિંસા શાકાહારી જીવનશૈલીમાં રહેલી છે. મે જયારે પ્રાણીઓ પર થતાં શોષણ અને તેમના પર આચરવામાં આવતી હિંસાનો વીડિયો જોયો ત્યારથી જ મે વેગન બનવાનો નિર્ધાર કરી લીધો હતો. આપણા શાસ્ત્રો મુજબ કૃષ્ણ પણ ગોપાલક હતા, પરંતુ અત્યારનો સમય અલગ છે. કૃષણએ તો ગૌવંશની સુરક્ષા કરવાનું સમજાવ્યું હતું. આજે તો ગૌવંશ ફક્ત દુધ ઉત્પાદનનું સાધન બની ગયું છે. આપણો મૂળ સ્વભાવ કરૂણા છે. અને આપણે જીવો અને જીવવા દોની નીતિમાં માનીએ છિએ. જેથી આપણે વિગન જીવનશૈલીને અપનાવીને પ્રાણીઓ પર થતી હિંસાને રોકવી જોઇએ.
આ ડોક્યુમેન્ટરી ફિલ્મના નિર્માતા ડો. શૈલેષ રાવએ પોતાના વેગનીઝમના અને ક્લાઇમેન્ટ ચેન્જના વિચારો રજૂ કરતા ખાસ ખબરને કહ્યું કે, ભારતમાં 30% શાકાહારી વસ્તી છે, અને તે શાકાહારી ખોરાકના વપરાશની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે. જો કે, દેશમાં મોટા પ્રમાણમાં શાકાહારી વસ્તી નિયમિતપણે ડેરી અને ડેરી ઉત્પાદનોનો વપરાશ કરે છે. આબોહવા પરિવર્તન પણ સમગ્ર વિશ્વમાં એક મુખ્ય સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે. અશ્મિભૂત ઇંધણનું સળગવું, વરસાદી જંગલોનો વિનાશ અને પશુઉછેર વાતાવરણમાં પ્રચંડ માત્રામાં ગ્રીનહાઉસ વાયુઓ ઉમેરે છે અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે. જળવાયુ સંકટમાં ભારતનું મોટું યોગદાન પશુ ઉછેરનું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીનો અન્ય એક અહેવાલ એ હકીકત પર પ્રકાશ પાડે છે કે શાકાહારી અને માંસાહારી કરતાં વેગન 2-2.5 ગણા ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. જે વ્યક્તિ વેગન ફૂડ અપનાવે છે તેઓ 1,100 ગેલન પાણી, 20 કિલો ઘઉં, 30 સ્કેવરફૂટ જમીન, 20 lbs કાર્બન ડાયોક્સાઇટ, અને એક પ્રાણીનું જીવન બચાવી શકે છે. પ્રાણીઓ પર થતાં અત્યાચારોને રોકવા માટે આપણે સરળ ભાષામાં સમજીએ તો, animal libralization is a human libralization.આમ, તો વેગન બનવા પાછળનો મારો વિચાર પર્યાવરણ પર થતી અસરોને રોકવામાં મદદરૂપ બનવાનો છે. જો આપણે આવનારી પેઢીને સારૂ ભવિષ્ય આપવું હશે તો આપણે વેગન ફૂડ ફરજીયાત અપનાવું જોઇએ.
જયારે તેમને ડોક્યુમેન્ટરી જોયા પછી લોકોના કેવા પ્રતિભાવો રહ્યા તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના અનુભવો જણાવતા ખાસ ખબરને કહ્યું કે, અમે આ ડોક્યુમેન્ટરી ભારતના વિવિધ શહેરોમાં રજૂ કરવામાં આવી. બધી જ જગ્યાએ લોકોના પ્રતિભાવો ખૂબ સારા રહ્યા છે. દરેક ધર્મના લોકોએ આ વાતને સ્વીકારી છે કે, આપણા પોતાના સ્વાર્થ માટે આપણે પ્રાણીઓ પર અત્યાચારો કરીએ છિએ. જેથી હવે તેઓ વેગન ફૂડનો જ ભોજનમાં ઉપયોગ કરશે એવી લોકોએ અમારી સાથે પ્રતિજ્ઞા પણ લીધી. જે અમારા માટે સૌથી મોટી ઉપલબ્ધી છે. અમને સૌથી વધુ સારા પ્રતિભાવો યુવાનો તરફથી મળ્યા. આજની ટેકનો સેવી યુવા પેઢી પણ હેલ્ધી ડાયેટના વિકલ્પ તરીકે વિગેન ડાયેટને અપનાવી રહ્યા છે.
- Advertisement -
રાજકોટમાં યુવાનો દ્વારા વિગેન ફૂડની જાગૃતતા માટે સોશ્યલ મીડિયા ગ્રુપ ચલાવે છે: ડો. પિલકેશ જાની
રાજકોટમાં વિગેન ફૂડ અને અહિંસાના વિચારનો પ્રચાર કરતી ડોક્યુમેન્ટરીની સ્ક્રિનિંગ માટે ડો. પુલકેશ જાની પ્રેરક બન્યા. ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. પુલકિશ જાનીએ રાજકોટની આત્મીય કોલેજમાં યોજાયેલા સ્ક્રિનિંગ દરમ્યાન થયેલા અનુભવ વિશે જણાવતા કહ્યું કે, આ ડોક્યુમેન્ટરીની સ્ક્રિનિંગમાં મોટાપાયે યુવાનો અને વડિલો બંન્ને ઉપસ્થિત રહ્યા હતા. અમારા આશ્ચર્ય વચ્ચે રાજકોટમાં પણ યુવાનો વિગેન ફૂડના પ્રચાર માટે એક સોશ્યલ મીડિયા ગ્રુપ ચલાવે છે. અને લોકોને જાગૃત કરે છે. તેઓનું માનવું છે કે, ગૌવંશને કતલખાને જતા બચાવવી એ પણ વિગનીઝમને વેગ આપવો છે.