ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા
ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક (father of Green Revolution in India) એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમણે તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આજે સવારે 11.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
- Advertisement -
તેમણે કૃષિ સંશોધન પરિષદ’ના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું
સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન ‘ભારતીય કૃષિ સંશોધન પરિષદ’ના અધ્યક્ષ (Chairman of Indian Council of Agricultural Research) તરીકે પણ કામ કર્યું હતું. કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા (Government of India awarded him Padma Bhushan) હતા. સ્વામીનાથનની ગણના ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિકોમાં થતી હતી, જેમણે ડાંગરની એવી વિવિધતા વિકસાવી, જેનાથી ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો વધુ ડાંગરનું ઉત્પાદન કરી શક્યા.
તમિલનાડુના કુંભકોણમમાં થયો હતો જન્મ
એમએસ સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ, 1925ના રોજ તમિલનાડુના કુંભકોણમમાં થયો હતો. તેમના પિતા એક સર્જન હતા. સ્વામીનાથનના 1972થી લઇને 1979 સુધી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના ચીફના રૂપે કામ કર્યુ હતું. ભારત સરકારે તેમને કૃષિ ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્વામીનાથનએ ખાદ્યપદાર્થોની ખેતી પર ઘણું કામ કર્યું હતું. તેમણે દેશના ગરીબ ખેડૂતો માટે વધારે ખાદ્યપેદાશો ઉગાડવા જાગૃતતા કેળવી હતી.