જયારે બે સ્ટાર મળે છે તો શું થાય? તહલકો જ મચે.સાઉથની આવનારી ફિલ્મ ‘ગોટ’માં આવુ જ બનશે. ભારતીય ટીમના પુર્વ કેપ્ટન એમ.એસ.ધોની હાલ ચર્ચામાં છે. આ ચર્ચા તેમનાં એક નાના ફિલ્મી રોલને લઈને છે. ધોની સાઉથના મશહુર ફિલ્મ સ્ટાર થલાપતિ વિજયની સાથે નાનકડા રોલમાં નજરે પડશે.
ઉલ્લેખનીય છે કે, ભારતને બે વાર વર્લ્ડ ચેમ્પીયન બનાવનાર ધોનીની ચેન્નાઈમાં મોટી ફેન ફોલોઈંગ છે. તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કીંગ્સ માટે રમે છે. આ ટીમને ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં પાંચ-પાંચ ખિતાબ અપાવ્યા છે. ચેન્નાઈમાં લોકો ધોનીને થાલા એટલે કે મોટાભાઈ કહીને બોલાવે છે.
- Advertisement -
આ ફિલ્મમાં ધોની એક કેમિયો કરે છે જેમાં તે એક આઈપીએલ મેચ રમતો જોવા મળશે. ફિલ્મમાં ધોનીનો સ્ક્રીન ટાઈમ ઘણો ઓછો છે. પણ તેની હાજરીને ખૂબ જ હાઈલાઈટ કરાઈ છે. આ ફિલ્મમાં વિજય ઉપરાંત પ્રભુદેવા અને સ્નેહા પણ છે.