ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પર્વત પર બિરાજમાન જગત જનની અંબાજી માતાનો આજે પોષી પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વેહલી સવારથી મહંત તનસુખગીર બાપુની નિશ્રામાં માતાજી સનમુખ પૂજન વિધિ કરવામાં આવી હતી અને માતાજીને વિશેષ શૃંગાર સાથે મહા આરતી યોજવામાં આવી હતી આતકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમના ધર્મ પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ શેલેષભાઈ દવે, જ્યોતિબેન વાછાણી સહીત માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
ગિરનાર પર્વતના 5000 પગથિયે બિરાજમાન માતાજીના અંબાજી મંદિરે પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જયારે 52 શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે સવારથી શ્રી સૂક્તના પાઠ હોમ હવન અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું અનિરુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાગટ્ય દિવસે અંબાજી મંદિરમાં બિરાજમાન અંબે માં ને ગંગાજળ દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી અને બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
ગિરનાર પર અંબાજી મંદિર ખાતે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
