‘ખાસ-ખબર’માં પધારેલા ‘અકિલા’ના મોભી તથા અમારા પણ મોભી-આજીવન માર્ગદર્શક એવા કિરીટકાકાનું કુમકુમ તિલક કરીને અમારા પરિવારની દીકરી ધર્મિષ્ઠા ગોસ્વામીએ સ્વાગત કર્યું હતું
- Advertisement -
માત્ર ‘અકિલા’નાં જ નહીં, આખા સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ જગતનાં અને જાહેરજીવનના મોભી ગણાતા આદરણીય કિરીટકાકા ગણાત્રાએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ‘ખાસ-ખબર’ની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ આશીર્વાદ આપ્યાં હતાં.
કિરીટકાકાનું ફૂલહારથી મેનેજિંગ ડિરેક્ટર પરેશ ડોડિયાએ અભિવાદન કર્યું હતું
- Advertisement -
આદરણીય કિરીટકાકાએ પરેશ ડોડિયા અને કિન્નર આચાર્ય તથા ડિરેક્ટર કલાપી ભગત સાથે મનભરીને હળવાશપૂર્વક વાતો કરી હતી
‘ખાસ-ખબર’ની પ્રિન્ટ ઍડિશન વાંચતા કિરીટકાકા
કિરીટકાકા સાથે ‘ખાસ-ખબર’નાં મેનેજિંગ ડિરેક્ટર પરેશ ડોડિયા અને તંત્રી-ડિરેક્ટર કિન્નર આચાર્ય
કિરીટકાકાએ કોમ્પ્યુટર વિભાગ તથા તંત્રી વિભાગની મુલાકાત લીધી હતી અને નવો બની રહેલો સ્ટુડિયો પણ નિહાળ્યો હતો