લખનૌના કિસાન પથ પર આ ઘટના બની
બસનો ડ્રાઈવર ફરાર
- Advertisement -
બિહારના બેગુસરાયથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી સ્લીપર બસ (બસ નં. UP17 AT 6372) માં ભયંકર આગ લાગી. આ હ્રદયદ્રાવક અકસ્માત લખનૌ-રાયબરેલી રોડ, મોહનલાલગંજ ઉપર લખનૌના કિસાન પથ પર થયો હતો. બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાય છે. માત્ર 10 મિનિટમાં જ આખી બસ બળી ગઈ. આગ લાગ્યા પછી પણ બસ લગભગ એક કિલોમીટર સુધી દોડતી રહી. ડ્રાઈવર અને કંડક્ટર તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા.
પોલીસ અને સામાન્ય લોકોની મદદથી કાચ તોડીને બસમાં બેઠેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે લગભગ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો. જ્યારે ફાયર ફાઇટર બસની અંદર ગયા, ત્યારે તેમને ત્યાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા. આગમાં દાઝી ગયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકોમાંથી એક સિવાય, બાકીના ચારની ઓળખ થઈ ગઈ છે.
જીવ બચાવવા બસના કાચ તોડયા
- Advertisement -
80 મુસાફરોમાંથી 5 ના મોત
અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ, બસમાં લગભગ 80 મુસાફરો હતા. મૃતકોમાં બે બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતનો સમય સવારે પાંચ વાગ્યાની આસપાસ હોવાનું કહેવાય છે. તે સમયે બસમાં બધા સૂતા હતા. એક માણસ સિવાય, બાકીના બધા મુસાફરોની ઓળખ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ લાગ્યા પછી, બસ થોડા સમય માટે સળગતી સ્થિતિમાં દોડતી રહી. ડ્રાઈવર અને કંડક્ટર કાચ તોડીને ભાગી ગયા. આગને કારણે મુખ્ય દરવાજો જામ થઈ ગયો હતો. જેઓ અન્ય માર્ગો દ્વારા ભાગી શકતા હતા તેઓ બચી ગયા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત પીજીઆઈ કલ્લી નજીકથી પસાર થતા કિસાન પથ પર થયો હતો. સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરી. બસમાંથી બહાર નીકળેલા લોકોએ જણાવ્યું કે બસ રોક્યા પછી, ડ્રાઇવર અને કંડક્ટર ડ્રાઇવરની નજીકની બારીમાંથી કૂદીને ભાગી ગયા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બસનો ઇમરજન્સી ગેટ ખુલ્યો ન હતો અને તેથી પાછળ બેઠેલા લોકો બસમાં ફસાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ 1 કિમી દૂર સુધી દેખાઈ રહી હતી.
મૃતકોની વિગતો
૧. અશોક મહેતાના પત્ની લક્ષ્મી દેવી, ઉંમર આશરે ૫૫ વર્ષ
૨. અશોક મહતોની પુત્રી સોની, ઉંમર લગભગ ૨૬ વર્ષ
૩. રામલાલનો પુત્ર દેવરાજ, ઉંમર લગભગ ૩ વર્ષ
૪. સાક્ષી કુમારી, રામલાલની પુત્રી, ઉંમર લગભગ ૨ વર્ષ
૫. એક અજ્ઞાત વ્યક્તિ