ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ શહેરમાં રખડતા ભટકતા વધુ 30 પશુઓને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ સાથે આગામી દિવસોમાંપણ આ કામગીરી જારી રહેશે તેમ પ્રોજેકટ ઓફિસ એચ.કે.ચુડાસમાએ જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, શહેરના માર્ગો પર રખડતા ભટકતા પશુઓને કારણે અનેક લોકોને હાલાકી થતી હોય છે ત્યારે આવા પશુઓને પકડી પાડવા માટે કમિશનરે સુચના આપી હતી. બાદમાં ડીએમસી એ.એસ.ઝાપડાના માર્ગદર્શનમાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાઇ હતી. આમા રકખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચરણરૂપ થતા વધુ 30 પશુઓ (ગૌવંશ)ને પકડી પાડવામાં આવ્યા હતા.
આ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાની કેટલી પાઉન્ડ શાખા દ્વારા કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત રહેશે.