સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓ તરફથી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, હકીકત મેળવી તેમનાં ઉપર રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ના.પો.અધિ.શ્રી સી.પી.મુંધવા, લીંબડી ડીવીઝનનાઓ દ્વારા તા.૨૨/૧૦/૨૦૨૦નાં રોજ અલગ અલગ સમયે લીંબડી ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબીશનનાં કેસ શોધી કાઢવાની ડ્રાઇવ રાખી, પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર અસરકારક રેઇડો કરી, કાયર્યવાહી કરવા સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.
ચોટીલા પોલીસ સ્ટેશન* દ્વારા ભરતભાઇ જીવરાજભાઇ ઝાલાવડીયા જાતે લેઉવા પટેલ ઉવ.૪૩ ધંધો ખેતી મુળરહે. ન્યારા, તા.જી.રાજકોટ હાલરહે. તિરૂપતી બાલાજી સોસાયટી શેરી નં-૬ મનસુખભાઇ વસોયાના મકાનમાં ભાડેથી અમદાવાદ બાયપાસ રીંગરોડ રાજકોટ વાળો પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે કેફી પીણુ પીધેલ હાલતમાં સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નં. GJ 3 HA 2464 વાળી ચલાવી નીકળતા પકડી પાડેલ.
ભાવેશભાઇ બાબુભાઇ ગજેરા જાતે-લેઉઆ પટેલ ઉવ.૪૭ ધંધો વેપાર રહે.જસદણ કોઠીના નાલા પાસે જી.રાજકોટવાળો પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ. કાળુભાઇ નાનુભાઇ સાડમીયા જાતે દેવીપુજક ઉવ.૩૦ ધંધો મજુરી રહે. કાળાસર તા.ચોટીલાવાળો કાળાસર ગામે તલાવડીના કાંઠે પોતાના રહેણાંક ઝુંપડામાની બહાર પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે દેશી પીવાનો દારૂ લીટર આશરે ૧૦ કિ.રૂ.૨૦૦/- સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ. આમ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ-૩ અલગ અલગ ગુન્હાઓ નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સાયલા પોલીસ સ્ટેશન* દ્વારા સામતપર ગામે આરોપી વિશાલભાઇ રામજીભાઇ ચું.કોળી, રહે.સામતપર, તા.સાયલાવાળાનાં ઘરે રહેણાંક મકાને રેઇડ કરતા, ગેરકાયદેસર રીતે પોતાનાં રહેણાંક મકાને દેશી પીવાનો દારૂ લીટર ૨ કિ.રૂ.૪૦/૦૦ મળી આવેલ. તેની વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
તેમજ LCB સુરેન્દ્રનગર દ્વારા સામતપર ગામની ગોરાળા સીમમાં આરોપી અશોકભાઇ ઘુઘાભાઇ ચું.કોળી, રહે.સામતપર, તા.સાયલાવાળાએ દેશી પીવાનો દારૂ બનાવવા નાખેલ આથો રેઇડ કરી, આથો લીટર-૧૦૦૦ કિ.રૂા ૨૦૦૦ મળી આવતા, તેની વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે. આમ સાયલા પોલીસ સટેશનમાં પ્રોહીબીશનનાં બે ગુન્હાઓ નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
લીંબડી પોલીસ સ્ટેશન* દ્વારા આરોપી ભરતભાઇ બાબુભાઇ ગુજર ઉ.વ.૫૩ રહે.ચોરાપાવાળાને લીંબડી ટાવર પાસેથી જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ છે.
નરેશભાઇ ત્રીભોવનભાઇ પરમાર ઉ.વ.૩૯ રહે. લીંબડી નાનોવાસવાળાને લીંબડી નાનાવાસમાથી જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ છે.
ભુપતભાઇ ભીખાભાઇ દાદરેશા ઉ.વ.૫૫ રહે.લીંબડી મફતીયાપરાવાળાને લીંબડી દશામાનાં મંદિર પાસેથી જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ છે.
વિજયભાઇ રમેશભાઇ પરમાર ઉ.વ.૩૭ રહે.લીંબડીનાગબાઇ સોસા.વાળો ટાવર બંગલા પાસેથી જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ છે.તેઓ વિરૂધ્ધ પ્રોહીબીશનનાં પીવાના ગુન્હા નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે. આમ લીંબડી પોલીસ સ્ટેશનમાં કુલ-૪ કેસો નોંધેલ છે.
થાનગઢ પોલીસ સ્ટેશન* દ્વારા થાનગઢ તળાવ પાસેથી આરોપી કુલદીપભાઇ શાંતુભાઇ ખાચર ઉ.વ.૨૪ રહે.જાનીવડલા, તા.ચોટીલાવાળાનાં કબજામાથી દેશી પીવાનો દારૂ લીટર ૫ કિ.રૂ.૧૦૦/૦૦ સાથે પકડસી પાડેલ.
રણછોડભાઇ તળશીભાઇ રાઠોડ ઉ.વ.૩૨ રહે. થાનગઢ આંબેડકરનગર-૪ વાળાનાં ઘર પાસેથી તેનાં કબજામાથી ગેરકાયદેસર રીતે પોતાનાં કબજામાથી દેશી દારૂ લીટર ૨ કિ.રૂ.૪૦/૦૦ મળી આવેલ.
તેમજ (૧) આરોપી-મહેશભાઇ કેશુભાઇ મકવાણા ઉ.વ.૨૪ રહે.તરણેતર, તા.થાનગઢ (૨) આરોપી અજીતભાઇ શામજીભાઇ કણસાગરા ઉ.વ.૧૯ રે.ખાખરાળી તા.થાનગઢ વાળાઓને થાનગઢ ટાઉનમાથી બંન્ને જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડી તેઓ તમામ વિરૂધ્ધ અલગ અલગ પ્રોહીબીશનનાં ગુન્હાઓ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
નાની મોલડી પોલીસ સ્ટેશન* દ્વારા આરોપી વિનુભાઇ પાંચાભાઇ રંગપરા રે.મોટીમોલડી તા.ચોટીલાવાળાનાં રહેણાંક મકાને રેઇડ કરતા, ગેરકાયદેસર રીતે પોતાનાં રહેણાંક મકાને દેશી દારૂ લીટર ૩૦ કિ.રૂ.૬૦૦/૦૦ મળી આવતા કબજે કરેલ.
ચીરોડા ગામે જાહેરમાં આરોપી ગોરધનભાઇ જાદવભાઇ ચૌહાણને રહે. ચીરોડા,તા.ચોટીલાવાળાને પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ.
આંકડીયા ગામની સીમમાથી આરોપી રઇલાભાઇ તળશીભાઇ સોલંકી ઉ.વ.૫૦ રહે. આંકડીયા, તા.ચોટીલાવાળાને જાહેરમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ.તેઓ તમામ વિરૂધ્ધ અલગ અલગ પ્રોહીબીશનનાં ગુન્હાઓ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
પાણશીણા પોલીસ સ્ટેશન* દ્વારા જાંબુ ગામની સીમમા રેઇડ કરી, આરોપી સોમાભાઇ ધીરૂભાઇ ઉનેચા રહે.જાંબુ, તા.લીંબડીવાળાનાં કબજામાથી ચુંગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ લીટર ૧૫ કિ.રૂ.૩૦૦/૦૦ મળી આવેલ. તેની વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
જાંબુ ગામની સીમમા રેઇડ કરી, આરોપી વિષ્ણુભાઇ દેવજીભાઇ ઝીંઝુવાડીયા રહે.જાંબુ, તા.લીંબડીવાળાનાં કબજામાથી ચુંગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર-૨૦૦ કિ.રૂ. ૪૦૦/૦૦ મળી આવેલ.
રાણાગઢ ગામેથી જાહેરમાં આરોપી અભુલાભાઇ મનજીભાઇ વસ્તાણી ઉ.વ.૫૫ રહે.રાણાગઢ, તા.લીંબડીવાળાને જાહેરમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ.
ટોકરાળા ગામે જાહેરમાં આરોપી ભરતભાઇ રૂપેશભાઇ જાદવ ઉ.વ.૨૭ રહે.ટોકરાળા, તા.લીંબડીવાળાને જાહેરમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડેલ.તેઓ તમામ વિરૂધ્ધ અલગ અલગ પ્રોહીબીશનનાં ગુન્હાઓ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
આ ડ્રાઇવ દરમ્યાન કેફી પેણુ પીને ડ્રાઇવીંગ કરવાનો ૧ કેસ, દારઇંગલીશ દારૂનો ૧ કેસ, તેમજ દારૂનાં કબજાનાં ૭ કેસો, ભઠઠીનાં-૨ કેસો પીવાનાં ૧૧ કેસો એમ લીંબડી ડીવીઝન પોલીસ દ્વારા કુલ-૨૧ કેસો* નોંધી તેઓ તમામ સામે અલગ અલગ ગુનહાઓ નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
- દિપકસિંહ વાઘેલા, લીંબડી