હાલમાં ગુજરાતમાં 8 વિધાનસભા ની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમા ભાજપ ના યુવા મોરચાની દ્વારા બાઈક રેલી યોજાઈ હતી,લીંબડી બેઠકના ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણા નાં સમર્થનમાં યુવાનો દ્વારા વિજય વિશ્વાસ બાઇક રેલી યોજાતા આકર્ષણનું કેન્દ્ર બની હતી આ વિજય સરઘસ બાઈક રેલીમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલ, લીંબડી ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણા, શંકરલાલ દલવાડી, મૃગેશભાઈ રાઠોડ, ક્રિપાલસિંહ ઝાલા, દેવભાઈ સોની, રાજભા ઝાલા, તેમજ યુવા ભાજપ મોરચાનાં કાર્યકરો મોટી સંખ્યામાં વિજય વિશ્વાસ બાઇક રેલીમાં જોડાયા હતા.

  • રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા