સુરત શહેર ભાજપનાં ઉપપ્રમુખ પી .વી .એસ .શર્મા ને ત્યાં આવકવેરા વિભાગ અને સુરત પોલીસે સાથે મળી દરોડો પાડ્યો છે પીપલોદ વિસ્તારમાં આવેલાં તેમના ઘરે દરોડો પાડયો છે ઉલ્લેખનીય છે કે પી. વી.એસ. શર્મા એ મંગળવારે આક્ષેપ કર્યા હતાં કે નોટ બંધી દરમિયાન કલામંદિર જ્વેલર્સ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે પી વી એસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીએ ટિવટ કરી ED અનેCBI તપાસની માંગ કરી હતી ભાજપનાં અગ્રણી નેતાં અને સુરતનાં ભાજપને નેતા દ્વારા કરવામાં આવેલા ટિવટ ને કારણે મોટું કૌભાંડ નો પર્દાફાશ થયો છે આ કૌભાંડમાં કેટલાક ભ્રષ્ટાચારી આવકવેરા વિભાગનાં અધિકારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટ અને ઉદ્યોગ કારો ની મિલીભગત ખુલ્લી પડી ગઇ છે ભાજપનાં નેતાઓનો આક્ષેપ છે કે નોટ બંધી દરમિયાન એક જ્વેલર્સ દ્વારા ૧૧૦ કરોડ રૂપિયા ત્રણ દિવસમાં બેંકમાં ડિપોઝિટ કરવામાં આવ્યા હતા પરંતુ તેની સામે માત્ર ૮૪ લાખનો જ ટેક્સ ભરવામાં આવ્યું હતો તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરાવા પણ છે આ સંદર્ભે તેમના ત્યાં આવકવેરા વિભાગે દરોડો પાડયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આવકવેરા ની ટીમ દ્વારા ભાજપના નેતા પી. વી.એસ. શર્મા ના ઘરે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો તેમનાં ઘરેથી કેટલાક અગત્યનાં ડોક્યુમેન્ટ અને તેમનો મોબાઇલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે જેથી નારાજ શર્મા ઘારણા પર ઉતરીયા છે

  • ક્રિશાંગ ગાંજાવાલા