પથારીમાંથી ઊભા થયા પછી તેણે તે પુરુષને જે કહ્યું, તે કોઇપણ યુવતીએ ક્યારેય તેના પ્રેમી કે પતિને કહ્યું નહીં હોય…
– મેધા પંડ્યા ભટ્ટ
આજના સમયમાં દરેક યુવકને અને પુરુષને બોલ્ડ યુવતીઓ અને સ્ત્રીઓ પસંદ હોય છે, પણ જ્યારે તેને એવી વ્યક્તિ મળે તો તેના માટે કેરેક્ટર સર્ટીફિકેટ બનાવવા બેસી જાય છે. ઘણા પુરુષો તો એવા પ્રકારના હોય છે, જે વાતોથી ખૂબ બિન્દાસ અને સેક્સી અને સ્માર્ટ હોવાનો દાખલો બેસાડે છે, પણ જ્યારે સેકસની વાત આવે તો તેના પાર્ટનરને સંતુષ્ટ કરી શકતા નથી. આજે એક એવી યુવતીની વાત છે જે ખૂબ જ બિન્દાસ અને બોલ્ડ છે, તેના મનમાં ક્યારેય કોઇ વાતને રાખતી નથી. જે હોય તે સાચી, સારી અને સ્પષ્ટ રીતે પ્રેઝન્ટ કરે છે. તેણે એક પુરુષને જે કહ્યું તે ખરેખર કોઇ યુવતીએ કદાચ જ તેના પ્રેમી કે પતિને કહ્યું હશે….
- Advertisement -
આ વાત અમદાવાદના એસ.જી. હાઇવે વિસ્તારમાં રહેતી નિશા ત્રિવેદી (નામ બદલેલ છે) ની છે. તેની સાથે મારી મુલાકાત બે મહિના પહેલા ટીંડર નામની સોશિયલ ડેટીંગ એપ પર થઇ. મેં તેની સાથે એક યુવક બનીને વાત કરી હતી. જ્યારે બે દિવસ ચેટીંગ કરી તે પછી અમે એકબીજાને નંબર આપ-લે કર્યો. પહેલી જ વાર ફોનમાં તેને મેં સ્પષ્ટ કહ્યું કે હું એક મહિલા છું અને તને મારા રીસર્ચના કારણોસર મળવા માંગુ છું. નિશા ખૂબ જ બોલ્ડ અને નિખાલસ હોવાથી કોઇપણ પ્રકારની ચર્ચામાં વધારે ન પડતા મને મળવા માટે તૈયાર થઇ. એક દિવસ એકબીજાને અનુકૂળ સમય નક્કી કરીને રાત્રે 8 કલાકે અમે પ્રહલાદનગર પાસે આવેલ શંભુ કેફે પર ભેગા થયા. કોફીથી શરૂ થયેલી વાત ડિનર સુધી પહોંચી અને વાત કરતા કરતા રાત્રિના 12-30 ક્યારે થયા ખબર જ ન પડી. આજે નિશા મારી સારી દોસ્ત છે અને અમે સારા મિત્રો છીએ. અહીં નિશાના મુખેથી જ તેને થયેલ ડેટીંગ એપના અનુભવની વાત સાંભળીયે…..
હું મૂળ ભાવનગરની છું. હું છેલ્લા એક વર્ષથી ટીંડર ડેટીંગ એપનો ઉપયોગ કરી રહી છું. હું સિંગલ છું. નોકરી કરું છું. અમદાવાદના એસ.જી. હાઇવેના એક વિસ્તારમાં ભાડે ઘર રાખીને મારી એક ફ્રેન્ડ સાથે રહું છું. સવારે ઓફિસે જઇને સાંજે પાછી આવું છું. મારી ઉંમર 28 વર્ષની છે અને હજી સુધી લગ્ન માટે મને યોગ્ય વ્યક્તિ મળ્યો નથી. ઉંમર વધતાની સાથે શરીરના આવેગ વધતા હોય છે, તે દરેક વ્યક્તિ જાણે જ છે. તેવા સમયે હું સ્ત્રી હોવાથી મને કોઇ પુરુષનો સહવાસ પસંદ પડે તે સ્વાભાવિક વાત છે. હું જ્યાં નોકરી કરું છું તે સ્થળે મને એક વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હતું પણ થોડા સમય પછી સમજાણું કે આ ફક્ત ઉંમરની અને શરીરની જરૂરીયાતના આવેગો છે.
હું જે કહી રહી છું તે વાત આજથી 11 મહિના પહેલાની છે. મેં મારી ખાસ મિત્રને મારી વાત કરી કે લાઇફમાં કોઇની જરૂર હોય તેવો અનુભવ કરું છું. મારી મિત્ર ઘણા સમયથી ટીંડરનો ઉપયોગ કરી રહી હતી, તેણે મને મારા મોબાઇલમાં તે એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે શીખવાડ્યું. ચાર-પાંચ દિવસ તો હું ફક્ત તેમાં લોકોના ફોટા જ જોતી રહી. મને તો એવું લાગતું જાણે કે લગ્ન માટે મૂરતીયો જોવા બેઠા હોઇએ અને સામે હજારો ફોટા પડ્યા હોય. ખરેખર શરૂઆતમાં ખૂબ હસવું આવતું હતું કે લોકો કેવી કેવી એપ્લિકેશન બનાવી છે. હવે પ્રેમ કરવા માટે કે કોઇની સાથે હરવા ફરવા માટે પણ લોકો પસંદગી કરતા થઇ ગયા છે.
- Advertisement -
જોકે આ બધી વાતો ફિલોસોફીની છે. તેમાં પડવું નથી. તમને મુદ્દાની વાત કરું. સાંકેત નામના યુવક સાથે મારો સૌ પ્રથમ સંપર્ક થયો. અમે લોકોએ થોડા દિવસો ટીંડર પર વાત કરી અને પછી નંબરની આપ-લે કરી. એક શુક્રવારના દિવસ રાત્રે 8 કલાકે ઇસ્કોન મંદિર મળવાનું નક્કી કર્યું. તે પોતાની બાઇક લઇને આવ્યો અને અમે બંને જણા ગાંધીનગર તરફ લોંગ ડ્રાઇવ પર ગયા. તેની સાથે વાતો કરવાની મજા આવી. ગાંધીનગરની ખાઉ ગલીમાં જમતી વખતે તેણે મને સીધુ જ પૂછી લીધુ કે, ‘હવે નેક્સ્ટ મળવાની ઇચ્છા છે. હું ખૂબ સારો પ્લેયર છું.’ મને સીધી વાત સમજાઇ એટલે મેં તેને રજાના દિવસે રવિવારે મળવાનું કહ્યું.
બે દિવસ સામાન્ય વાતચિત થયા બાદ રવિવારે મુલાકાત થઇ. મારા ઘરે જ મળવાનું નક્કી કર્યું, જેથી હોટલનું ટેન્શન ન રહે. ત્રણ-ચાર કલાકની એ મુલાકાત અમારા બંને માટે ઠીક રહી. હું પહેલીવાર જ કોઇ યુવકના સહવાસમાં આવી હતી. તેથી મને થોડી તકલીફ પડી. સાંકેત તે સમજી ગયો. મને મનમાં ક્યાંકને ક્યાંક લાગ્યું કે તેને કોઇ વાત ન ગમતી બની હશે. તેણે સ્પષ્ટ કહ્યું નહીં પણ મેં સ્પષ્ટ પૂછી લીધુ કે, ‘તને મજા ન આવી ને?’ તેણે ફક્ત સામાન્ય સ્માઇલ કરી અને થોડીવાર પછી જતો રહ્યો. આ મારી પહેલી ડેટ અને સેક્સનો પહેલો અનુભવ હતો તેથી હું થોડી તેના માટે વધારે વિચારતી હતી. તેને સંપર્ક કર્યો, વાત થઇ, ફરી એકવાર મળ્યા. બંનેએ ખૂબ એન્જોય કર્યું. આ વખતે તે ખુશ લાગ્યો. જોકે જતાં જતાં તેણે મને કહ્યું કે ટીંડર પર ઇમોશનલ એટેચમેન્ટનું સ્ટેટસ જોવા નહીં મળે. તેથી લાગણીમાં ખેંચાતી નહીં. હું સમજી ગઇ. બસ તે અમારી છેલ્લી મુલાકાત હતી.
આવી જ રીતે ફરીથી ટીંડર પર એક પંજાબી છોકરા લવલી સાથે વાત થઇ અને અમે તેના ઘરે ત્રણેકવાર મળ્યા. વધારે મુલાકાતની આશા હું રાખતી નહોતી કારણકે અગાઉના અનુભવમાં એટલું સમજાયું કે લોકો ડેટીંગ એપ્સ પર ફક્ત સેક્સ પાર્ટનર જ શોધે છે. એક-બે વાર એન્જોય કરી લો અને પછી નવા શિકારની શોધમાં નીકળી પડો. તેથી લવલી પ્રત્યે પણ મારી માનસિકતા એ પ્રકારની જ હતી. તેમાં હું ખોટી સાબિત થઇ. તેણે મને પોતાની ગર્લફ્રેન્ડ બનવા કહ્યું. મને તો એ જ જોઇતું હતું. કોઇ એક વ્યક્તિ સાથે જીવનમાં જોડાઇને રહીયે તો સારું. અમે લગભગ એકાદ મહિનો સાથે રહ્યા, હર્યાફર્યા, પિક્ચર જોવા જતા અને એકવાર તો ઉદેપૂર પણ ત્રણ દિવસ ગયા હતા. લવલી મૂળ પંજાબનો, તેના લગ્નની વાતો શરૂ થઇ. તેણે મને કહ્યું કે તે વધારે સમય મારી સાથે રહી નહીં શકે. હું તેની લાગણીને સમજીને તેનાથી પ્રેમથી છૂટી થઇ ગઇ. લવલી દિલનો ખૂબ સારો અને કાળજી રાખનારો વ્યક્તિ હતો. તેને હું આજેપણ યાદ કરું છું. એક મિત્ર તરીકે હું ફક્ત તેના જ સંપર્કમાં છું. તેના એન્ગેજમેન્ટ થયા છે. અમે હજી સંપર્કમાં છીએ. જોકે હવે અમારી વચ્ચે શારીરિક સંબંધો રહ્યા નથી.
મનથી વિચાર્યું કે હું કોઇપણ વ્યક્તિ સાથે હવે જોડાઇશ નહીં. તેથી રેગ્યુલર કામમાં પરોવાઇ ગઇ. આમને આમ છ-સાત મહિના પસાર થઇ ગયા. તેવામાં ફરીથી એકવાર ટીંડર જોવા લાગી. ટીંડર પર મને મારા જ શહેરનો એટલે કે ભાવનગરનો એક યુવક આકાશ મળ્યો. તેની પ્રોફાઇલ જોતા લાગ્યું કે ખૂબ પૈસાદાર છે. (જોકે હું મારી એક વાત સ્પષ્ટ કહી દઉં કે હું ક્યારેય કોઇના પૈસાથી ઇમ્પ્રેસ થતી નથી.) મેં સામેથી જ તેને મેસેજ કર્યો. વાતચિત શરૂ થઇ તો જાણવા મળ્યું કે તેના લગ્ન થઇ ચૂક્યા છે અને તે પોતાની પત્નીથી અલગ રહે છે. તેના બે બાળકો પણ છે. પહેલા તો મને સમજાયું નહીં કે ભાવનગર શહેરમાં પૈસાદાર પાર્ટી હોય અને પત્ની બે બાળકો હોવાછતાંય પતિને છોડીને શું કામ જતી રહે….જોકે તે મારો વિષય નહોતો. તેની સાથેની વાતચિતમાં તેણે જણાવ્યું કે તેને સિરિયસ રીલેશનશીપમાં રસ છે. મને પણ તે મંજૂર લાગ્યું. એક દિવસ તે મને મળવા અમદાવાદ આવ્યો અને અમે બપોરના સમયે સિંધુભવન રોડ પર આવેલ મેકડોનલ્સમાં મળ્યા. 3થી 5ની વાતચિત દરમિયાન મને વધારે ઇમ્પ્રેસિવ ન લાગ્યો. ખબર નહીં પણ કોઇ પ્રકારનું આકર્ષણ મને તેના પ્રત્યે થયું જ નહીં. હું કોઇપણ ખરાબ રીએક્શન આપ્યા વિના ઘરે આવી.
સાંજે તેનો ફરી ફોન આવ્યો કે તે મારા વિના એકલતા અનુભવે છે. મને થોડી નવાઇ લાગી. તેની વાતો કરવાની છટા સારી હતી. (આજે સમજાય છે કે તે લોભામણી હતી અને તેમાં સાચું કંઇ જ નહીં અને બધુ જ ઢોંગ હતું) અમે રાત્રે 9 કલાકે ફરીથી મળ્યા. નિરમા યુનિવર્સિટી પાસે આવેલ શંભુ કેફેમાં બેઠા. તેણે પોતાની વાતો શેર કરી. ટીંડર દ્વારા થયેલી તેની ચાર ડેટ વિશે પણ કહ્યું અને મેં પણ તેને કહ્યું કે હું આ પહેલા ત્રણ સાથે ડેટ કરી ચૂકી છું. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હું થોડી પૈસાની તકલીફમાં છું જો તે મને મદદ કરશે તો હું ધીમે ધીમે તેને પાછા આપી દઇશ. તેણે મારી વાત પ્રેમથી સ્વીકારીને મને ભેંટી પડ્યો. તેણે મને બીજો દિવસ તેની સાથે પસાર કરવા કહ્યું. સાથે જ પહેલી ડેટની યાદ અપાવતી એક વાત કહી કે, ‘આઇ એમ વેરી ગુડ ઇન બેડ’. બીજે દિવસે અમે ગાંધીનગરની એક હોટલમાં ગયા અને આખો દિવસ સાથે રહ્યા. રાત્રે તે મને મારા ઘરે મૂકી ગયો અને તે રાત્રે હોટલમાં જ રોકાયો.
તે રોજ મારા સતત સંપર્કમાં રહેવા લાગ્યો. દિવસમાં અનેકવાર ફોન અને મેસેજીસ થતા હતા. મારી સાથે સિરિયસ રીલેશનશીપમાં હોવાનું તેણે મને કહ્યું. તેની વાતોને સાચી માનવા લાગી અને મેં તો ટીંડર એપ ડીલીટ કરી નાખી. પોતાના કામના અર્થે અમદાવાદ આવતો અને અમે મળતા. જોકે અમે ફક્ત બે વખત જ હોટલમાં સમય પસાર કર્યો છે. બાકી તો કેફે કે રેસ્ટોરામાં જ મળવાનું થતું. આકાશ તેના ઘરની, કામની, તેના મનની બધી જ વાતો મારી સાથે શેર કરતો હતો. તેની લાઇફમાં તે મને વધારે મહત્વ આપતો હોય તેવો સતત મને અહેસાસ કરાવતો. (હું ફરીથી એકવાર લાગણીમાં તણાઇ ગઇ.)
આમને આમ એક મહિનો પૂરો થયો, બીજા મહિને તે અમદાવાદ ત્રણ દિવસ રોકાયો પણ તેના કામના લીધે અમે અંગત રીતે મળી ન શક્યા. અચાનક ભાવનગર ગયા પછી તેણે મને કહ્યું કે તે મિત્રો સાથે ફરવા માટે 10 દિવસ વિદેશ જઇ રહ્યો છે. મેં તેને પૈસાની વાત યાદ કરાવી. તેણે મને જલદી આપશે તેવું વચન આપ્યું. જોકે મને પહેલીવાર તે સમયે વિચાર આવ્યો કે તે વિદેશ ફરવા જાય છે, તો શું મને મદદ ન કરી શકે. જોકે આ વાતને વધારે મનમાં ન લેતા જેમ ચાલતું હતું તેમ ચાલવા દીધુ. વિદેશ પ્રવાસ દરમિયાન તેની સાથે મેસેજ, ફોન અને વિડીયો કોલથી વાતચિત થતી રહેતી. તે પાછા ફરતી વખતે અમદાવાદ ઊતરવાનો હતો પણ ક્યારે અમદાવાદથી ભાવનગર જતો રહ્યો તે પણ મને કહ્યું નહીં. અહીં મને ધીમે ધીમે સમજાયું કે તે થોડા સમયથી મારી સાથે સંપર્ક કેમ ઓછો કરી રહ્યો છે. અમારી બીજીવારની હોટલની મુલાકાતમાં સેક્સ પત્યા પછી સામાન્ય વાતચિતમાં મારાથી કહેવાઇ ગયું હતું કે, ‘આકાશ તે જે કહ્યું હતું કે તું સેક્સમાં ખૂબ સારું પર્ફોમન્સ આપી શકે છે, તો તેવો અનુભવ ક્યારે કરાવીશ. હજી સુધી તો મને તું ફક્ત વાતોથી જ બોલ્ડ લાગે છે, સેક્સમાં બોલ્ડનેસ ક્યારે બતાવીશ. તારી ઊંમર વધારે છે એટલે તો આવું નથી ને ? ’ આ વાક્ય કદાચ તેને ખૂંચી ગયું.
ખબર નહીં મનમાં શું સૂઝ્યું પણ મેં ફરીથી ટીંડર એપ ડાઉનલોડ કરી અને એક ફેક આઇડી બનાવી તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેણે મારી સાથેની વાતચિતમાં જણાવ્યું કે તેને સિરિયસ રીલેશનશીપ જોઇએ છે અને તે એક મહિના પહેલા કોઇની સાથે રીલેશનમાં હતો. હું તો તેનો આ જવાબ વાંચીને કંઇ જ સમજી ન શકી. મારી સાથે રીલેશનમાં હોવા છતાંય તેને કોઇ નવી છોકરી સાથે રહેવું છે. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હું તારી જ એક્સ ગર્લફ્રેન્ડ છું. તેને પણ મારું આ ફેક નામથી વાતચિત કરવું ન ગમ્યું. અમે વોટ્સઅપમાં ખૂબ ચર્ચા કરી. તેણે મને જવાબ આપવાના અને મારા કોલ રીસીવ કરવાના બંધ કરી દીધા. મગજ ફરીથી બ્લેન્ક થયું, તબિયત બગડી અને થોડા દિવસ પછી એવી ઘટના બની કે જેનો ક્યારેય વિચાર પણ કર્યો નહોતો. હું પ્રેગનન્ટ હતી. બે મહિનાથી હું જેની સાથે કોઇપણ પ્રોટેક્શન વિના સેકસ કરતી હતી તેનું પરિણામ મને (સજા કહેવું વધારે યોગ્ય રહેશે) આ રીતે મળ્યું. મેં આકાશને અનેક મેસેજ અને કોલ કર્યા. તેણે મને કોઇ જ રીસપોન્સ ન આપ્યો. મેં મારી ફ્રેન્ડને પણ કહ્યું, તેણે પણ આકાશનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. મુશ્કેલીમાંથી બહાર નીકળવા શું કરવું સૂઝતું નહોતું. એક અઠવાડિયા પછી ડોક્ટરને મળીને ચેકઅપ કરાવીને જરૂરી ટેબલેટ લીધી અને બધી તકલીફો દૂર કરી. થોડાક દિવસ આરામ કર્યો.
સમજવા જેવું –
લાગણીનો તો લોકોએ છેદ ઊડાડી દીધો છે, તે નિશાના અનુભવો પરથી સમજાઇ ગયું. આજે સ્પષ્ટ સમજાઇ ગયું કે કોઇપણ એપ સાચા સંબંધ આપી શકતી નથી. અંતે તો નજીકના અને પોતાના જ સંબંધ કામ લાગે છે. એક વર્ષમાં તેને ટીંડર અને ફેસબૂકના સંપર્કથી મળેલા લોકોના જે ખરાબ અનુભવ થયા તેનાથી સમજાઇ ગયું કે સાથે રહેતા અને જાણીતા સંબંધો દુખી કરે તો તેમાં ફરી સુખ શોધી શકાય છે પણ અજાણ્યા સંબંધો જો તમને દુખી કરે તો તેમાં કંઇ જ શોધવા જેવું રહેતું નથી. હવે નિશા પેરન્ટ્સને કહીને લગ્ન માટે યુવકો જોઇ રહી છે. બસ જીવનમાં હવે ક્યાંક તેને કોઇને ડેટ કરવાની ઇચ્છા નથી અને આવા ફેક લોકોથી તેની લાગણી દુભાય તેવું તે ઇચ્છતી નથી.