રાજ્ય ડીજીપીના આદેશ બાદ જૂનાગઢ પોલીસે ફાઇલો ખોલી
જૂનાગઢ જિલ્લામાં 370 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર, હવે એક્શન લેવાશે
વ્યાજખોર, ખંડણીખોર, મિલકત વિરોધી ગુના, લુખ્ખાગીરી કરતા તત્વો સામે તવાઈ
જિલ્લાના પોલીસ સ્ટેશનોની ડ્રાઈવ કરી શખ્સોને ઝડપી લેવા કોમ્બિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને લોકોમાં સુરક્ષા અને શાંતિ સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક અને ગુંડાઓ તત્વો સામે કડક રીતે કામગીરી કરીને શિક્ષાત્મક પગલા લેવા જરૂરી હોઈ જેથી રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજ્યના દરેક જિલ્લાને 100 કલાકમાં અસામાજિક તત્વો અને ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ થતા જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને જિલ્લાના અન્ય ડીવાયએસપી સહીતના પોલીસ અધિકારી દ્વારા ક્રાઇમ હિસ્ટ્રી ધરાવતા અસામાજિક તત્વો સામે ઘોસ બોલવાનું શરુ કર્યું છે.
જે અન્વયે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં પોલીસે 370 અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરીને તમામ ઈસમો ઉપર વોચ રાખવામાં આવી રહી છે. જેમાં 15 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં વારવાર શરીર સંબધી ગુન્હાઓ સાથે સંકળાયેલ હોય, જે વ્યક્તિ ખંડણી ઉઘરાવવા અને ધાક-ધમકી આપવાના ગુન્હાઓ અથવા પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય, અવારનવાર મિલકત વિરુધ્ધના ગુન્હાઓ આચરતા હોય, પ્રોહીબીશન અને જુગારનો ગેરકાયદે ધંધો કરતા હોય.ખનીજચોરી જેવા ગુન્હાઓમાં સંડોવાયેલ, અન્ય કોઈપણ અસામાજિક કૃત્ય જેના કારણે આમ જનતામાં ભય ફેલાયતેવી પ્રવૃતિ કરતા ઇસમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ અને પુરૂષ અપરાધીઓ પ્રોહીબીશન, ફરજ રૂકાવટ, પોલીસ પર હુમલો કરવો, એનડીપીએસ, વ્યાજખોરી, ગુજસીકોટ, મારામારી, હત્યા સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા હોય તેવા ઇસમોની પોલીસ યાદી તૈયાર કરીને તમામ તત્વો પોલીસના રડારમાં છે.
જૂનાગઢ જિલ્લામાં 100 કલાકમાં 370 અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર થયા પછી સમગ્ર જિલ્લામાં પોલીસ સ્ટેશન વાઈઝ યાદી મુજબના આરોપીઓના ઘરે, તેમની ઉઠક-બેઠકની જગ્યાઓ, ઓફીસ, ફાર્મ હાઉસ, વાડી-ખેતરમાં પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી શરુ કરવામાં આવ્યું છે. સાથે મુખ્યત્વે ગેરકાયદેસર બાંધકામો કરેલ હોય તો તેવા બાંધકામોને દુર કરવામાં આવશે, સરકારી જમીન ઉપર દબાણો કરેલ હોય તો કાયદેસરની સરકારી જમીન પર દબાણો, ગેરકાયદે બાંધકામો દુર કરાશે, પ્રોપર્ટી ચેક થશે કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે વીજ કનેક્શન ધ્યાને આવે તો કાયદેસર કાર્યવાહી થશે, યાદી મુજબના ઈસમોના બેંક એકાઉન્ટની ચકાસણી કરીને નાણાકીય વ્યવહારોમાં કોઈ ગેરકાયદેસરનું કૃત્ય જણાય તો કાર્યવાહી થશે, દાખલ થયેલ ગુન્હાઓમાં જામીન ઉપર છુટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલ હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઈનો ઉપયોગ, ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો કાયદેસર કરવાના આદેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
એ-ડીવીઝન પોલીસે 4 શખ્સોને ઘાતકી હથિયારો સાથે પકડી પાડ્યા
ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યુ કે, એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ટીમો દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં 4 ઇસમોમાં નવાજ ઉર્ફે બમ, ઇમરાનખાન પઠાણ, હસન ટકો, ઇબ્રાહીમ ભટ્ટી, રવજી દેવા, સાસણી અને વિનોદ બાલુ ડાભી નમાના શખ્સો પાસેથી ઘાતકી હથિયારો મળી આવ્યા છે જે કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી છે, તો 4 શખ્સોને દારૂના નશામાં જયારે પાંચ ઇસમોને દેશી-વિદેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.